Iran President Apology: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પાડોશી દેશોની માફી માંગી,ગેરસમજના કારણે થયા હુમલા
- સાઉદી અરેબિયા અને UAE પર થયેલા હુમલા બદલ ઈરાને વ્યક્ત કર્યો અફસોસ (Iran President Apology)
- સૈન્યની આંતરિક ગેરસમજને કારણે હુમલા થયા હોવાનો રાષ્ટ્રપતિનો દાવો
- તેહરાન હવે પડોશી દેશો પર હુમલા બંધ કરશે તેવી કરી મોટી જાહેરાત
- ડોનાલ્ડ ટ્રમ્પની બિનશરતી શરણાગતિની માંગને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી
મધ્ય પૂર્વમાં (Middle East) વધતા જતા તણાવ વચ્ચે ઈરાનના (Iran) રાજકારણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Masoud Pezeshkian) પાડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ જાહેરમાં માફી માંગી છે. રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત એક પૂર્વ રેકોર્ડ કરેલા ભાષણમાં તેમણે સ્વીકાર્યું હતું કે ઈરાન તરફથી થયેલા તાજેતરના હુમલાઓ સૈન્ય રેન્કની આંતરિક ગેરસમજનું પરિણામ હતા.
Iran President Apology: પડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ
રાષ્ટ્રપતિનું આ નિવેદન બહેરીન (Bahrain), સાઉદી અરેબિયા (Saudi Arabia) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ આવ્યું છે. પેઝેશ્કિયાને સ્પષ્ટપણે જણાવ્યું કે, "તેહરાન (Tehran) આ પ્રકારના હુમલાઓ હવે બંધ કરશે." ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઈરાને દુબઈ એરપોર્ટ (Dubai Airport) અને અમેરિકી એરબેઝ (US Airbase) નજીક હુમલા કર્યા હતા, જેનાથી સમગ્ર ખાડી દેશોમાં ગભરાટ ફેલાયો હતો.
અમેરિકાની શરણાગતિની શરત ફગાવી
એક તરફ પડોશીઓ પ્રત્યે નરમ વલણ અપનાવતા રાષ્ટ્રપતિએ અમેરિકા (United States) સામે આકરા તેવર બતાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે [Donald Trump] 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને ઈરાનને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવા આદેશ આપ્યો હતો. તેના જવાબમાં પેઝેશ્કિયાને કહ્યું કે, "અમેરિકાની બિનશરતી શરણાગતિની માંગ એ એક એવું સ્વપ્ન છે જે તેમણે તેમની કબર સુધી લઈ જવું પડશે."
ટ્રમ્પની કડક ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણપણે શરણે નહીં આવે ત્યાં સુધી કોઈ રાજદ્વારી માર્ગ (Diplomatic Path) ખુલ્લો નથી. આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે કે શાંતિ સ્થપાશે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Iran Earthquake Today : યુદ્ધ વચ્ચે ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા, બંદર અબ્બાસ ધ્રૂજ્યું


