Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન ,જાણો શું કહ્યું...

ઈરાનમાં વધી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને 'ઘમંડી' ગણાવી તેમના પતનની ભવિષ્યવાણી કરી અને આંદોલનકારીઓને અમેરિકાના એજન્ટ ગણાવ્યા. બીજી તરફ, પ્રદર્શનોને રોકવા માટે ઈરાનમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. આ તણાવને કારણે દુબઈ અને ઈરાન વચ્ચેની ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે, જ્યારે રાજ્ય મીડિયાએ આ હિંસા માટે અમેરિકા-ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે.
ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન  જાણો શું કહ્યું
Advertisement
  • ઇરાનની પ્રજા મોંઘવારી મામલે કરી રહી છે વિરોધ પ્રદર્શન (Ayatollah Ali Khamenei speech) 
  • આયાતુલ્લાહ અલી ખામેનીએ આજે શુક્રવારે કર્યું રાષ્ટ્રને સંબોધન
  • દેશવ્યાપી વિરોઘીઓ અને ટ્રમ્પ પર કર્યા આકરા પ્રહાર 

ઈરાનમાં મોંઘવારી અને સરકારની નીતિઓ સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ સરકારી ટીવી પર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે પ્રદર્શનકારીઓ પર પ્રહારો કરવાની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Ayatollah Ali Khamenei speech : ખામેનીના ટ્રમ્પ પર આકરા પ્રહાર

ખામેનીએ ડોનાલ્ડ ટ્રમ્પને 'ઘમંડી' ગણાવતા કહ્યું કે તેમનું પતન નિશ્ચિત છે. તેમણે આક્ષેપ કર્યો કે વિરોધ કરી રહેલા લોકો અમેરિકાને ખુશ કરવા માટે આવું કરી રહ્યા છે. ખામેનીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો ટ્રમ્પ દેશ ચલાવતા જાણતા હોય, તો પહેલા પોતાનો દેશ સંભાળે, અમેરિકાની અંદર ઘણી ગંભીર સમસ્યાઓ છે, છતાં તે હજુ પણ અન્ય દેશોની બાબતોમાં દખલ કરે છે. ખામેનીએ ભાષણમાં દેશમાં કરી રહેલા વિરોધ પ્રદર્શનીઓને પણ આડેહાથ લીધા હતા.

Advertisement

Advertisement


Ayatollah Ali Khamenei speech : ઈન્ટરનેટ બંધ અને ફ્લાઈટ્સ રદ

ઈરાનમાં વધતા તણાવને જોતા સરકારે દેશમાં ઈન્ટરનેટ અને ફોન કનેક્શન બંધ કરી દીધા છે, જેથી દુનિયાને ઈરાનની અંદરની વાસ્તવિક સ્થિતિની જાણ ન થાય. આ આંદોલનની અસર હવે હવાઈ સેવાઓ પર પણ પડી રહી છે. શુક્રવારે દુબઈથી તેહરાન, શિરાઝ અને મશહદ જતી અંદાજે 6 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

વિરોધનું કારણ અને સરકારનો આક્ષેપ

ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સના આહ્વાન બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈરાની સરકારી મીડિયાએ આ હિંસા પાછળ અમેરિકા અને ઈઝરાયલના એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, પ્રદર્શનકારીઓ મોંઘવારી અને તાનાશાહી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈરાન હાલ એક મોટી બંધારણીય કટોકટી તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે.

આ પણ વાંચો : 'PM મોદીએ જાતે ફોન ન કર્યો, તો ટ્રમ્પે રોકી ટ્રેડ ડીલ', અમેરિકાના કૉમર્સ સેક્રેટરીનો દાવો

Tags :
Advertisement

.

×