US રક્ષા મંત્રી Pete Hegsethનું ઈરાનને છેલ્લું અલ્ટીમેટમ,'કરાર કરો અથવા ભીષણ જંગ માટે રહો તૈયાર'
મધ્ય પૂર્વના રણમેદાનમાં સત્તાના સમીકરણો રાતોરાત બદલાઈ ગયા હોવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનમાં નવા શાસકની એન્ટ્રી અને તેલ-વીજળીના નેટવર્કને નષ્ટ કરવાના જે દાવા કર્યા છે, તેણે વૈશ્વિક બજારમાં ભૂકંપ લાવી દીધો છે. શું મોજતબા ખામેની ટ્રમ્પ સાથે સમજૂતી કરશે કે પછી ઈરાન સંપૂર્ણ વિનાશ તરફ જશે? રહસ્ય અને આક્રમકતાથી ભરેલો આ અહેવાલ વાંચો.
Advertisement
- છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ ઈરાન પર કર્યા ૨૦૦થી વધુ હુમલા (Pete Hegseth)
- ઈરાની સેનાના કમાન્ડ બંકરો અને સંચાર સુવિધાઓ સંપૂર્ણપણે નષ્ટ
- સાથી દેશો સાથે ઊભા ન રહ્યા", નાટોના ભવિષ્ય પર ટ્રમ્પ લેશે નિર્ણય
- સમજૂતી નહીં થાય તો ઈરાન પર હજુ ભીષણ હુમલા કરવાની પેન્ટાગોનની ચેતવણી
મધ્ય પૂર્વ (Middle East) ના રાજકારણમાં અત્યારે અત્યાર સુધીનો સૌથી મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી (US Defense Secretary) પીટ હેગસેથે (Pete Hegseth) એક સનસનીખેજ દાવો કરતા જણાવ્યું છે કે ઈરાનમાં શાસન પરિવર્તન (Regime Change) થઈ ચૂક્યું છે. પેન્ટાગોન (Pentagon) ખાતે પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનમાં હવે નવું શાસન છે અને તેમણે પહેલા કરતા વધુ સમજદારી બતાવવી પડશે.

