Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારત આવતા જહાજ પર IRGCનો હુમલો, ઈરાને મધદરિયેથી જહાજ જપ્ત કરી મચાવ્યો હાહાકાર

મધદરિયે એક એવી ઘટના બની છે જેણે ભારત સહિત સમગ્ર વિશ્વની ઉંઘ ઉડાવી દીધી છે. દુબઈથી ગુજરાતના મુંદ્રા બંદર તરફ નીકળેલું જહાજ અચાનક ઈરાનના કબજામાં કેવી રીતે પહોંચ્યું? ઈરાને માત્ર જહાજ જ જપ્ત નથી કર્યું, પરંતુ અમેરિકાના સૌથી કિંમતી ગણાતા તેલ કુવાઓને નષ્ટ કરવાની સનસનાટીભર્યા ચેતવણી પણ આપી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી આ કટોકટી પાછળના રહસ્યો અને આગામી ખતરા વિશે જાણવું અત્યંત જરૂરી છે.
ભારત આવતા જહાજ પર irgcનો હુમલો  ઈરાને મધદરિયેથી જહાજ જપ્ત કરી મચાવ્યો હાહાકાર
Advertisement
  • IRGC એ હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ એપામિનોડ્સ પર હુમલો કરી કબજે કર્યું (Iran Seizes Ship to India)
  • જપ્ત કરાયેલું જહાજ દુબઈથી ગુજરાતના મુંદ્રા બંદર તરફ જઈ રહ્યું હતું
  • ઈરાને પશ્ચિમ એશિયામાં અમેરિકાના તેલ કુવાઓનો નાશ કરવાની આપી ધમકી
  • નેવિગેશન સિસ્ટમ સાથે છેડછાડના આરોપસર જહાજોને ઈરાન લઈ જવાયા

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુનીમાં (Strait of Hormuz) ભારત તરફ જઈ રહેલા એક જહાજ પર હુમલો કરી તેને કબજે કરી લીધું છે. આ ઘટનાએ દરિયાઈ સુરક્ષા (Maritime Security) અને ભારતની સપ્લાય ચેઈન (Supply Chain) માટે ચિંતા જગાવી છે.

Iran Seizes Ship to India: ગુજરાતના મુંદ્રા બંદર આવતું હતું જહાજ

શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, ઈરાન દ્વારા જપ્ત કરાયેલા બે જહાજો પૈકીનું એક, એપામિનોડ્સ (Epaminodes), દુબઈથી પોતાની યાત્રા શરૂ કરીને ગુજરાતના મુંદ્રા બંદર (Mundra Port) તરફ જઈ રહ્યું હતું. આ જહાજ લાઇબેરિયન ધ્વજ લહેરાવી રહ્યું હતું. આ ઉપરાંત, પનામાનો ધ્વજ ધરાવતું MSC ફ્રાન્સેસ્કા (MSC Francesca) પણ ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

ઈરાનનું સત્તાવાર નિવેદન

ઈરાની નૌકાદળે જણાવ્યું છે કે આ જહાજો જરૂરી પરવાનગી વગર કાર્યરત હતા અને તેમની નેવિગેશન સિસ્ટમ (Navigation System) સાથે છેડછાડ કરવામાં આવી હતી, જે દરિયાઈ સુરક્ષા માટે ખતરો હતો. હાલમાં બંને જહાજોને ઈરાની પ્રાદેશિક પાણીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના કાર્ગો અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.

અમેરિકાને તેલ કુવાઓ ઉડાવવાની ધમકી

આ જપ્તીની સાથે ઈરાને અમેરિકન તેલ કંપનીઓ (American Oil Companies) અને પશ્ચિમ એશિયામાં સ્થિત તેલના કુવાઓને નિશાન બનાવવાની સીધી ધમકી આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના માળખાકીય સુવિધાઓ પર હુમલો થશે, તો પ્રદેશમાં અમેરિકાની માલિકીના તમામ તેલ કુવાઓનો નાશ કરવામાં આવશે.

આ પણ વાંચો: Nepal Politics: નેપાળના ગૃહમંત્રી Sudhan Gurungએ અચાનક કેમ પદ છોડ્યું? જાણો કારણ

Tags :
Advertisement

.

×