Iran Shopping Center Fire : તેહરાનના શોપિંગ સેન્ટરમાં આગ લાગતા 8ના કરુણ મોત, 36 ઈજાગ્રસ્ત
- Iran Shopping Center Fire : આગ લાગતા અફરાતફરીનો માહોલ
- અંદીશેહ શહેરના અરઘવન શોપિંગ સેન્ટરમાં લાગી આગ
- દુર્ઘટનામાં 8 લોકોના કરુણ મોત, 36 લોકો થયા ઘાયલ
- બહુમાળી ઈમારતમાંથી નીકળ્યા કાળા ધુમાડાના ગોટેગોટા
Iran Shopping Center Fire : ઈરાનની રાજધાની તેહરાન (Tehran) નજીક આવેલા અંદીશેહ શહેરમાં એક મોટો અગ્નિ કાંડ સર્જાયો છે. મંગળવારે રાત્રે અરઘવન શોપિંગ સેન્ટરમાં (Arghavan Shopping Center) લાગેલી ભીષણ આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 36 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સરકારી ટેલિવિઝન IRIB ના અહેવાલ મુજબ, તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
Iran Shopping Center Fire : ધુમાડાના ગોટેગોટા અને અગ્નિશામકોની જહેમત
સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર વાયરલ થયેલા ફૂટેજમાં બહુમાળી ઇમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા (Black smoke) નીકળતા જોઈ શકાય છે. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, અને અધિકારીઓ આ મામલે સઘન તપાસ (Investigation) ચલાવી રહ્યા છે.
ایران کے دارالحکومت تہران کے مغرب میں واقع ایک شاپنگ سینٹر میں آگ لگنے کے باعث آٹھ افراد ہلاک جبکہ 36 زخمی ہوگئے، حکام کے مطابق عمارت میں استعمال ہونے والا آتش گیر میٹریل آگ کے تیزی سے پھیلنے کا سبب بناhttps://t.co/uYoLx4SHWx pic.twitter.com/QexCm7fySE
— العربیہ اردو (@AlArabiya_Ur) May 6, 2026
યુદ્ધવિરામ વચ્ચે દુર્ઘટના
નોંધનીય છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી યુદ્ધવિરામ (Fragile Ceasefire) ચાલી રહ્યો છે. જોકે, આ આગની ઘટના યુદ્ધ સાથે જોડાયેલી હોવાના કોઈ સંકેતો હજુ સુધી મળ્યા નથી. સ્થાનિક પ્રશાસન હાલમાં નુકસાનનો અંદાજ લગાવી રહ્યું છે.
આ પણ વાંચો : Bengal માં ભાજપના ભગવાના વાવાઝોડાથી અમેરિકા પણ ગદગદ, જાણો Donald Trump અભિનંદન પાઠવતા શું કહ્યું ?


