Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Oil Crisis: વૈશ્વિક ઓઈલ સંકટ વચ્ચે ઈરાનની મોટી જાહેરાત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવા મૂકી અજીબોગરીબ શરત

મધ્ય પૂર્વના રણમેદાનમાં હવે 'તેલનું યુદ્ધ' શરૂ થયું છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર જે શરત મૂકી છે તેણે પશ્ચિમી દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. જો આ જીવાદોરી સમાન માર્ગ બંધ થશે તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ માટે હાહાકાર મચી જશે. આરબ દેશો સામે મુકાયેલી આ અજીબોગરીબ ઓફર પાછળ ઈરાનનો અસલી મકસદ શું છે અને આ હિલચાલ કેવી રીતે વૈશ્વિક સમીકરણો બદલી નાખશે?
iran oil crisis  વૈશ્વિક ઓઈલ સંકટ વચ્ચે ઈરાનની મોટી જાહેરાત  સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવા મૂકી અજીબોગરીબ શરત
Advertisement
  • વૈશ્વિક ઓઈલ સંકટ વચ્ચે ઈરાનની મોટી જાહેરાત (Iran Oil Crisis) 
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવા અજીબોગરીબ શરત
  • 'US-ઈઝરાયલના રાજદૂતોને હાંકી કાઢો તો મંજૂરી'
  • આરબ અને યૂરોપિયન દેશોને ઈરાને ઓફર આપી
  • હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સપ્લાય ચેઈન થઈ છે ઠપ

મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચેનો સંઘર્ષ હવે વિશ્વના અર્થતંત્ર માટે ખતરો બની રહ્યો છે. ઇઝરાયેલના હાઇફા (Haifa) સ્થિત ઓઇલ રિફાઇનરી પર થયેલા હુમલા બાદ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પૈકીના એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને લઈને એક ચોંકાવનારી જાહેરાત કરી છે.

Advertisement

Iran Oil Crisis:  ઈરાનની શરત

ઈરાને આરબ અને યુરોપિયન દેશો (European Countries) સામે શરત મૂકી છે કે જો તેઓ ઇઝરાયેલ અને અમેરિકા (United States) ના રાજદૂતોને પોતાના દેશમાંથી હાંકી કાઢશે, તો જ તેમને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવામાં આવશે. આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી ખળભળાટ મચી ગયો છે.

Advertisement

સપ્લાય ચેઈન ઠપ થવાની ભીતિ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વૈશ્વિક તેલ વ્યાપારની જીવાદોરી સમાન છે. જો ઈરાન આ માર્ગ બંધ કરે, તો વિશ્વનો 20% થી વધુ તેલ પુરવઠો અટકી જશે. આના કારણે માત્ર ઇંધણના ભાવ જ નહીં, પણ સમગ્ર ગ્લોબલ સપ્લાય ચેઈન (Global Supply Chain) ખોરવાઈ જવાની અને મોંઘવારી આસમાને પહોંચવાની શક્યતા છે.

નોંધનીય છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થયેલો આ ગતિરોધ ભારત જેવા દેશો માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ (Crude Oil) મધ્ય પૂર્વના દેશો પાસેથી આ જ માર્ગે આયાત કરે છે. જો ઈરાન આ સપ્લાય લાઇનને લાંબા સમય સુધી પ્રભાવિત કરે, તો ભારતમાં ઇંધણના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન (Transportation) અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડશે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ માને છે કે જો આરબ દેશો અને પશ્ચિમી રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી સમાધાન નહીં થાય, તો આ 'તેલ યુદ્ધ' રશિયા-યુક્રેન સંઘર્ષ કરતા પણ મોટી વૈશ્વિક આર્થિક મંદી (Global Recession) નો પાયો નાખી શકે છે.

આ પણ વાંચો:   America vs Iran War Live: ઇરાનનો ઇઝરાયેલના હાઇફામાં તેલ રિફાઇનરી પર હુમલો,ઓઇલ નિકાસ બંધ કરવાની ધમકીથી વિશ્વમાં ભારે ફફડાટ

Tags :
Advertisement

.

×