Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Iran Internet blackout : ઇરાનમાં ઇન્ટરનેટ પર તવાઇ, વિરોધ પ્રદર્શન વચ્ચે મોટી કાર્યવાહી

અહેવાલ અનુસાર, ઈરાનના કુર્દિશ ક્ષેત્રના ચાર પ્રાંતો કુર્દીસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઇલમમાં 50 થી વધુ શહેરોમાં બજારો અને દુકાનો બંધ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આને ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શની સાથે એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને ઈરાન મુસાફરી કરવાનું ટાળવાની સલાહ જારી કરી છે.
iran internet blackout   ઇરાનમાં ઇન્ટરનેટ પર તવાઇ  વિરોધ પ્રદર્શન વચ્ચે મોટી કાર્યવાહી
Advertisement
  • ઇરાનમાં સરકાર વિરૂદ્ધનો વિરોધ તિવ્ર બન્યો
  • વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
  • જમીની કવરેજ પર અસર પડે તેવા અહેવાલ સામે આવ્યા

Iran Internet blackout : ઈરાનમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે. સરકાર વિરુદ્ધ ચાલી રહેલા જાહેર પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર વચ્ચે, અધિકારીઓએ આજરોજ રાજધાની અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેહરાનમાં અનેક સ્ત્રોતોનું કહેવું છે કે, રાજધાનીમાં ઇન્ટરનેટ બંધ હતું. નેટબ્લોક્સ મોનિટરિંગએ ગુરુવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે અહેવાલ આપ્યો હતો કે, લાઇવ ડેટા દર્શાવે છે કે "તેહરાન અને ઈરાનના અન્ય ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે, આ નવી ઘટના પ્રાદેશિક ઇન્ટરનેટ બંધને પગલે સર્જાઇ છે, અને વિરોધ ફેલાતાં જમીન પરની ઘટનાઓના કવરેજ પર તેની ગંભીર અસર થવાની સંભાવના છે."

Advertisement

મુસાફરી ટાળવાની સલાહ

અન્ય અહેવાલ અનુસાર, ઈરાનના કુર્દિશ ક્ષેત્રના ચાર પ્રાંતો કુર્દીસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઇલમમાં 50 થી વધુ શહેરોમાં બજારો અને દુકાનો બંધ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આને ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શની સાથે એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને ઈરાન મુસાફરી કરવાનું ટાળવાની સલાહ જારી કરી છે. દેશના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ ઍક્સેસ ખોરવાઈ ગઈ છે, અથવા તો તેની ગતિ ધીમી પડી ગઈ છે.

Advertisement

સુરક્ષા દળો સતર્ક

બ્રિટિશ અબજોપતિ અને ઉદ્યોગસાહસિક રિચાર્ડ બ્રેન્સને છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાનમાં ચાલી રહેલા "જન આંદોલનની લહેર" તરફ વૈશ્વિક ધ્યાન આપવાની અપીલ કરી છે. ગુરુવાર, 8 જાન્યુઆરીના રોજ કરમાનશાહના ગોલ્હા બુલવાર્ડમાં સાદા પોશાકમાં સુરક્ષા દળો દ્વારા વિરોધીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

આ પણ વાંચો --------  Venezuela ના વચગાળાના રાષ્ટ્રપતિએ અન્ય દેશો માટે દ્વાર ખોલ્યા, ટ્રમ્પના દાવા ફગાવ્યા

Tags :
Advertisement

.

×