Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iran US Conflict Warning : ત્રીજું વિશ્વયુદ્ધ? ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી: "હુમલો કરશો તો પસ્તાશો"

શું દુનિયા વધુ એક ભયાનક યુદ્ધની અણી પર છે? અમેરિકાના યુદ્ધજહાજો અરબી સમુદ્રમાં તૈનાત છે અને સામે પક્ષે ઈરાનના સુપ્રીમ લીડરે "પ્રાદેશિક યુદ્ધ"ની ચેતવણી આપી દીધી છે. એક તરફ ટ્રમ્પનો આક્રમક મિજાજ અને બીજી તરફ ખામનેઈનો હુંકાર. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી આ તંગદિલી શું રૂપ લેશે? જાણો વિગતવાર.
iran us conflict warning   ત્રીજું વિશ્વયુદ્ધ  ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી   હુમલો કરશો તો પસ્તાશો
Advertisement
  • ઈરાન vs અમેરિકા: યુદ્ધના ભણકારા
  • ખામનેઈએ અમેરિકાને 'પ્રાદેશિક યુદ્ધ'ની ચેતવણી આપી
  • ટ્રમ્પની સૈન્ય હુમલાની ધમકી બાદ તણાવ વધ્યો
  • ઈરાનમાં આંતરિક વિદ્રોહને 'તખ્તાપલટ' ગણાવાયો
  • હોર્મુઝની ખાડીમાં ઈરાનનો સૈન્ય અભ્યાસ શરૂ

Iran US Conflict Warning : ઈરાન અને અમેરિકા (Iran-US Tensions) વચ્ચેનો તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈએ (Ayatollah Ali Khamenei) રવિવારે અમેરિકાને અત્યાર સુધીની સૌથી મોટી અને સીધી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો અમેરિકા ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરશે, તો તે માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ નહીં રહે, પરંતુ તે મધ્ય પૂર્વમાં ભયાનક 'પ્રાદેશિક યુદ્ધ' (Regional War) ને જન્મ આપશે, જેની આગમાં આખો વિસ્તાર લપેટાઈ જશે.

Iran's Supreme Leader Ayatollah Ali Khamenei issues open warning to Israel amid conflict between Israel and Iran

Advertisement

Iran US Conflict Warning : ખામનેઈનો પલટવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈસ્લામિક રિપબ્લિક પર સૈન્ય કાર્યવાહીની ચીમકી ઉચ્ચાર્યા બાદ 86 વર્ષીય ઈરાની નેતા ખામનેઈનું આ નિવેદન સામે આવ્યું છે. ઈરાની સરકારી ટેલિવિઝન મુજબ, ખામનેઈએ કહ્યું કે, "અમેરિકનોએ એ વાત સમજી લેવી જોઈએ કે જો તેઓ યુદ્ધ શરૂ કરશે, તો આ વખતે તે પ્રાદેશિક યુદ્ધ (Regional War) હશે. અમે કોઈને ઉશ્કેરવા માંગતા નથી કે કોઈ દેશ પર હુમલો કરવા નથી ઈચ્છતા, પરંતુ જો કોઈ અમારા પર હુમલો કરશે તો ઈરાની રાષ્ટ્ર તેને જડબાતોડ જવાબ આપશે."

Advertisement

Iran US Conflict Warning : ઈરાનમાં આંતરિક વિદ્રોહ અને તખ્તાપલટનો ડર

એક તરફ અમેરિકાનો ડર છે, તો બીજી તરફ ઈરાન આંતરિક મુસીબતોનો પણ સામનો કરી રહ્યું છે. ખામનેઈએ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની સરખામણી 'તખ્તાપલટ' (Coup Attempt) સાથે કરી છે, જે ત્યાંની ધાર્મિક શાસન વ્યવસ્થાને પડકારી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ પ્રદર્શનો બાદ હજારો લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઈરાનમાં રાજદ્રોહના આરોપમાં મૃત્યુદંડની સજા (Death Penalty) ની જોગવાઈ હોવાથી, સામૂહિક ફાંસીને લઈને માનવાધિકાર જૂથો ચિંતામાં મુકાયા છે.

Ayatollah Khamenei warning to Trump

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો ખડકાયા

સ્થિતિની ગંભીરતા એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકી વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) અને અન્ય યુદ્ધજહાજો અરબી સમુદ્રમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે ઈરાનમાં દેખાવો પર થયેલી લોહિયાળ કાર્યવાહી બાદ આ જહાજો મોકલ્યા હતા. બીજી તરફ, ઈરાને પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું છે. આ એ સાંકડો સમુદ્રી માર્ગ છે જ્યાંથી દુનિયાના તેલ વેપારનો પાંચમો ભાગ પસાર થાય છે. અમેરિકી સેનાએ ચેતવણી આપી છે કે જો કોમર્શિયલ ટ્રાફિકને રોકવામાં આવશે તો પરિણામ ગંભીર આવશે.

આ પણ વાંચો : Iran Blast : ઈરાનના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ, અનેક લોકોના મોત

Tags :
Advertisement

.

×