Iran US tension: ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? અમેરિકાએ 180 યુદ્ધવિમાનોની કરી તેનાતી
. Iran US tension: યુદ્ધની આહટ વચ્ચે અમેરિકાની કાર્યવાહી
. અમેરિકાએ 12 F-15 અને 4 KC-135 સ્ટ્રોટેન્કર મોકલ્યા
. 23 દિવસોથી ચાલી રહેલા દેખાવોમાં લગભગ 5000 લોકોના જીવ ગયા
Iran US tension: ઈરાન-અમેરિકાની વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સાતમા આસમને છે. બંને દેશોની વચ્ચે રણનીતિક વાતચીત લગભગ બંધ થઈ ચુકી છે. ત્યારે ઈરાન ખુદ દેખાવોના ગાળિયામાં છે. ત્યાં સ્થિતિ બેકાબુ થઈ રહી છે. તાજેતરના રિપોર્ટ પ્રમાણે, સત્તા વિરોધી દેખાવમાં અત્યાર સુધીમાં લગભગ 5000 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે ડિફેન્સ સિક્યુરિટી એશિયાના વિશેષ રિપોર્ટ મુજબ, અમેરિકાએ બ્રિટિના આરએએફ લેકેનહીથમાં ઓછામાં ઓછા 12 એફ-15 યુદ્ધવિમાન અને 4 કેસી-135 સ્ટ્રેટોટેન્કર એટલે કે હવામાં ઈંધણ ભરનારા વિમાન જોર્ડન મુવાફ્ફક સાલ્ટી એરબેઝ પર તેનાત કર્યા છે.
આ તેનાતી એવા સમયે થઈ છે, જ્યારે ઈરાનની અંદર હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેખાવકારોની મદદ માટે મેદાનમાં ઉતરવાની ચેતવણી આપી છે.
જો કે અમેરિકના અધિકારીઓએ આને એક રુટિન રોટેશન એટલે કે સામાન્ય બદલાવ ગણાવ્યો છે, પરંતુ વિશેષજ્ઞો આને માનવા માટે તૈયાર નથી. જોર્ડનની પસંદગી પણ ઘણી આયોજનબદ્ધ રીતે કરાઈ છે. જોર્ડનનો આ એરબેઝ પહેલા પણ ઈરાની મિસાઈલો અને ડ્રોન્સને રોકવા માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. બીજી તરફ ઈરાને પણ પોતાની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે.
તહેરાન અને અન્ય રણનીતિક સ્થાનોની ચારે તરફ પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને તેનાત કરવામાં આવી છે. તેવામાં અમેરિકાનું આ પગલું ઈરાનને એ જણાવવા માટે છે કે જો તેણે કોઈ પણ ભૂલ કરી, તો જવાબ આપવા માટે અમેરિકાના ફાઈટર જેટ્સ હવે તેની બિલ્કુલ નજીક ઉભા છે. તેવામાં આવો સમજીએ કે આ તેનાતીની પાછળ અસલી રણનીતિ શું છે?
આ પણ વાંચો: Israel Nuclear Test?: ઈરાન સાથે તણાવ વચ્ચે ઈઝરાયલે કર્યું પરમાણુ પરીક્ષણ?
F-15 અને KC-135 એક ઘાતક જોડી
અમેરિકાએ માત્ર યુદ્ધવિમાન જ નથી મોકલ્યા, પરંતુ તેની સાથે ઓઈલ ટેન્કર પણ મોકલી દીધા છે. જેને કેસી -135 ટેન્કરના નામે ઓળખવામાં આવે છે. આ રિફ્યૂલિંગ વિમાન છે. તેવામાં કેસી-135 ટેન્કરોના કારણે એફ-15 યુદ્ધવિમાનોને વારંવાર જમીન પર ઉતારવાની જરૂરત નહીં રહે. તે કલાકો સુધી આકાશમાં રહીને દુશ્મન પર નજર રાખી શકે છે અને જરૂરત પડવા પર તાત્કાલિક હુમલો કરી શકે છે.
ત્યારે આ વિમાનોમાં EPAWSS જેવી આધુનિક સિસ્ટમ લાગેલી છે, જે તેમને ઈરાનના રડાર અને મિસાઈલ હુમલાઓથી બચાવે છે. આ સિસ્ટમ દુશ્મનની ઈલેક્ટ્રોનિક સિસ્ટમને જામ કરવામાં પણ સક્ષમ છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન પર હુમલો કરતા કેમ ખચકાઈ રહ્યું છે અમેરિકા? કારણ જાણીને ચોંકશો
અમેરિકાએ જોર્ડની કેમ કરી પસંદગી?
જોર્ડનને પસંદ કરવું અમેરિકાનો એક મોટો માસ્ટરસ્ટ્રોક છે. ખાડી દેશોના મુકાબલે જોર્ડનથી ઈરાન, સીરિયા અને ઈરાકના હવાઈ ક્ષેત્ર સુધી પહોંચવું ઘણું સરળ અને ઝડપી છે.
ત્યારે જોર્ડનનો આ બેઝ ઈરાનની કેટલીક મિસાઈલોના સીધા પ્રહારથી થોડા દૂર અને સુરક્ષિત માનવામાં આવે છે, જેનાથી અમેરિકાને જવાબી કાર્યવાહી કરવા માટે સમય મળી જાય છે.
ત્યારે જોર્ડને હંમેશાથી જ ઈરાનના ખતરાને રોકવામાં અમેરિકા અને ઈઝરાયલને ગુપચુપ સાથ આપ્યો છે.
આ પણ વાંચો:USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાન તરફ રવાના, 10000 ભારતીય છાત્રોની ચિંતા


