Iran-Israel War : ઈરાન પર હુમલાને કારણે તણાવ ચરમસીમાએ ! ભારતે જાહેર કરી એડવાઇઝરી
Iran-Israel War : અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે તેહરાન સહિત ઈરાનના 30 શહેરો પર હુમલો કર્યો. ભારતે ઈઝરાયલમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે.
Advertisement
- ઇઝરાયલે ઇરાનના અનેક શહેરોમાં હુમલો કર્યાની કરી પુષ્ટિ (Iran-Israel War)
- ઇઝરાયલમાં સાયરન ગુંજ્યા અને રાષ્ટ્રવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર
- ભારતીય નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran-Israel War : અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે તેહરાન સહિત ઈરાનના 30 શહેરો પર હુમલો કર્યો. ભારતે ઈઝરાયલમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરે."

