Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Explosion : બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે IRGC ના 14 જવાનના મોત

Iran Explosion : ઈરાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઝાંજન શહેર નજીક એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલા અને ન ફૂટેલા ક્લસ્ટર બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
iran explosion   બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે irgc ના 14 જવાનના મોત
Advertisement
  • Iran Explosion : ઈરાનના ઝાંજનમાં થયો પ્રચંડ વિસ્ફોટ!
  • બોમ્બ ડિફ્યુઝ કરતા 14 IRGC સૈનિકોના મોત
  • યુદ્ધવિરામ બાદ ઈરાની સેનાને સૌથી મોટો ફટકો
  • ક્લસ્ટર બોમ્બ નિષ્ક્રિય કરતી વખતે સર્જાઈ દુર્ઘટના
  • ખેતીલાયક જમીન પર તોળાતું બોમ્બનું જોખમ
  • શાંતિ પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કર્યો અસંતોષ

Iran Explosion : ઈરાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઝાંજન (Zanjan) શહેર નજીક એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ (Iran-US War) દરમિયાન ફેંકવામાં આવેલા અને ન ફૂટેલા ક્લસ્ટર બોમ્બને (Cluster Bombs) નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના 14 સૈનિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Iran Explosion : 14 IRGC સૈનિકોના મોત

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 એપ્રિલે યુદ્ધવિરામ (Ceasefire) લાગુ થયા બાદ ઈરાની સેના માટે આ સૌથી મોટું નુકસાન માનવામાં આવે છે. આ જવાનો તે વિસ્તારમાં બાકી રહેલા દારૂગોળાને (Ammunition) હટાવવાની કામગીરી કરી રહ્યા હતા જેથી નાગરિકો અને ખેતીની જમીનને સુરક્ષિત કરી શકાય. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

Advertisement

ખેતીલાયક જમીન પર મોટું જોખમ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુદ્ધ દરમિયાન ફેંકાયેલા ન ફૂટેલા બોમ્બને કારણે આશરે 1,200 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન (Arable Land) જોખમમાં છે. આ બોમ્બ સ્થાનિક ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સતત ખતરો (Safety Threat) બની રહ્યા છે, જેના કારણે સેના દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

Advertisement

ટ્રમ્પ વહીવટીતંત્ર અને ઈરાન વચ્ચે ખેંચતાણ

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ ડીલથી સંતુષ્ટ નથી અને ઈરાનનું નેતૃત્વ (Iranian Leadership) હાલ વિભાજિત દેખાઈ રહ્યું છે. IRGC એ પણ અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું છે કે વોશિંગ્ટન હવે વિશ્વની ઉર્જાનું સંચાલન કરવાને બદલે વિક્ષેપ ઉભો કરવાની વ્યૂહરચના (Strategy of Disruption) પર ઉતરી આવ્યું છે.

આ પણ વાંચો - Abu Dhabi: એતિહાદ એરવેઝે 15 કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા, 48 કલાકમાં દેશ છોડવા અલ્ટીમેટમ

Tags :
Advertisement

.

×