Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iranian Ship Attack : ભયાનક દુર્ઘટના! ઈરાની જહાજ ડૂબ્યું, 101 લોકોના પત્તો નથી, આખું વિશ્વ સ્તબ્ધ

હિંદ મહાસાગરના શાંત પાણીમાં અચાનક થયેલા વિસ્ફોટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. શ્રીલંકાના દક્ષિણી તટ પર એક અજાણ્યા સ્ત્રોત દ્વારા ઈરાની જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલો એટલો ભયાનક હતો કે 180 મુસાફરોની જિંદગી પળભરમાં જોખમમાં મુકાઈ ગઈ. દરિયાના ઉંડાણમાંથી આવેલા એ મોતે અનેકને ભરખી લીધા છે, પરંતુ અસલી સવાલ એ છે કે આ હુમલા પાછળ કયા દેશનો હાથ છે અને શું આ કોઈ મોટા યુદ્ધની શરૂઆત છે?
iranian ship attack   ભયાનક દુર્ઘટના  ઈરાની જહાજ ડૂબ્યું  101 લોકોના પત્તો નથી  આખું વિશ્વ સ્તબ્ધ
Advertisement
  • શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાની જહાજ પર સબમરીન હુમલો, 101 લોકો ગુમ!
  • શ્રીલંકાના દક્ષિણી તટ પર ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ઘાતક હુમલો
  • જહાજ પર સવાર કુલ 180 લોકોમાંથી અનેક લોકોના મોત અને 78 ઘાયલ
  • હુમલા બાદ દરિયામાં 101 લોકો ગુમ, શ્રીલંકન નેવીનું સર્ચ ઓપરેશન શરૂ
  • જહાજ દ્વારા મોકલેલા ઈમરજન્સી સિગ્નલ બાદ સેનાએ હાથ ધર્યું બચાવ મિશન

Iranian Ship Attack : હિંદ મહાસાગરમાં શ્રીલંકાના દક્ષિણી તટ પર એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. એક ઈરાની જહાજ (Iranian Ship) પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ હુમલો એટલો જોરદાર હતો કે જહાજમાં સવાર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો દરિયાના મોજામાં ગુમ થઈ ગયા છે.

Iranian Ship Attack : બચાવ કામગીરી અને જાનહાનિ

શ્રીલંકાના રક્ષામંત્રાલય (Ministry of Defence) ના સૂત્રો અનુસાર, આ જહાજ પર કુલ 180 લોકો સવાર હતા. હુમલાના તુરંત બાદ જહાજમાંથી ડિસ્ટ્રેસ કોલ (Distress Call) એટલે કે કટોકટીનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. અત્યાર સુધીના અહેવાલો મુજબ, 101 લોકો ગુમ (101 People Missing) છે, જ્યારે 78 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શ્રીલંકન નેવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 32 લોકોને બચાવી લીધા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

Iranian Ship Attack : શ્રીલંકા સરકારની પ્રતિક્રિયા

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીતા હેરાથ (Vijitha Herath) એ પુષ્ટિ કરી છે કે ડૂબતા જહાજમાંથી બચાવેલા કર્મચારીઓને તબીબી સહાય માટે કિનારે લાવવામાં આવ્યા છે. રક્ષામંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ઇમરજન્સી સિગ્નલ મળતાની સાથે જ નૌકાદળનું એક વિશેષ મિશન રવાના કરવામાં આવ્યું હતું." શ્રીલંકાએ આ ઘટનાને ગંભીર ગણાવીને તેનો યોગ્ય જવાબ આપવાની ખાતરી ઉચ્ચારી છે.

હુમલાખોર કોણ?

આ હુમલા અંગે સૌથી મોટો સસ્પેન્સ એ છે કે હજુ સુધી કોઈ પણ દેશ કે આતંકવાદી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી. સબમરીન હુમલો (Submarine Attack) હોવાને કારણે આ ઘટના પાછળ કોઈ શક્તિશાળી દેશની સંડોવણી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં એ પણ સ્પષ્ટ નથી થયું કે આ જહાજ કયા પ્રકારનો કાર્ગો લઈ જઈ રહ્યું હતું. આ ઘટનાએ સમગ્ર દક્ષિણ એશિયાના સમુદ્રી ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે.

આ પણ વાંચો : Iran-Israel અને USA વચ્ચે અત્યાર સુધી કેટલી વાર સીધું યુદ્ધ થયું? જાણો કોની થઇ જીત

Tags :
Advertisement

.

×