Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu

ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો Iran's Largest Attack on Israel : શું World War 3 ની આ શરૂઆત છે? આજે આ સવાલ પ્રાસંગિક છે, કારણ...
ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો  200 થી વધુ મિસાઈલો છોડી  ટેન્શનમાં netanyahu
  • ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો
  • ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો
  • ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો

Iran's Largest Attack on Israel : શું World War 3 ની આ શરૂઆત છે? આજે આ સવાલ પ્રાસંગિક છે, કારણ કે મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધતો જઇ રહ્યો છે. ઈઝરાયેલ અને હમાસ બાદ ઈઝરાયેલ અને લેબનોન અને હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બંને દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈઝરાયેલ (Israel) ના સુરક્ષા દળોએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલના નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. આજે સાંજે જ અમેરિકન અધિકારીએ ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યું હતું કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.

Advertisement

ઈઝરાયેલ પર હુમલો નસરલ્લાહની મોતનો બદલો : ઈરાન

ઈરાને હવે દુનિયાને વધુ એક મોટા યુદ્ધને જોવા માટે તૈયાર રહેવા જાણે કહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જીહા, લેબનોનમાં ઈઝરાયલી સેનાના હુમલા વચ્ચે ઈરાને પોતાનું વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે ઈરાને ઈઝરાયેલ (Israel) પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાને 200 થી વધુ મિસાઈલો વડે તેલ અવીવ સહિત ઈઝરાયેલના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. ઈરાને આ હુમલાને હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની શહાદતનો બદલો ગણાવ્યો અને કહ્યું કે જો તે જવાબ આપશે તો મોટો હુમલો થશે. IDF એ મંગળવારે ગુપ્તચર માહિતી પ્રાપ્ત કર્યાના કલાકો બાદ જણાવ્યું હતું કે ઈરાને ઈઝરાયેલ તરફ અનેક મિસાઈલો છોડ્યા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે નાગરિકોને બોમ્બ શેલ્ટરમાં રાખ્યા છે. સમગ્ર ઈઝરાયેલમાં હાલમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા છે. IDF એ દાવો કર્યો છે કે અંદાજે 10 મિલિયન નાગરિકો ઈરાની હથિયારોના નિશાન બન્યા છે. અમેરિકન ઈન્ટેલિજન્સે પહેલા જ કહ્યું હતું કે, ઈરાન કોઈપણ સમયે મિસાઈલ હુમલો કરી શકે છે.

Advertisement

અમેરિકા પણ આ યુદ્ધમાં થશે સામેલ?

ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ઈરાની મિસાઈલો ઈઝરાયેલ સુધી પહોંચવા લાગી છે અને એર ડિફેન્સે તેમાંથી ઘણી મિસાઈલોને તોડી પાડી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ શેલ્ટરહોમમાં ચાલ્યા ગયા હોવાનું સામે આવી રહ્યું છે અને ત્યાંથી અપડેટ્સ મેળવી રહ્યા છે. સમગ્ર ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. ઈરાની મિસાઈલોને ઈઝરાયેલ જતા જોર્ડન એરસ્પેસમાં અટકાવવામાં આવી છે. ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાત કર્યા બાદ તેમણે કહ્યું કે તે ઈઝરાયેલની રક્ષા કરશે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું છે કે ઈરાને ઈઝરાયેલ પર સીધા હુમલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે, મેં મારા ઈઝરાયેલ સમકક્ષ સાથે ઈરાનને જે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે તેની ચર્ચા કરી છે. વળી, ઇઝરાયેલ તરફ ઇરાની મિસાઇલોની પ્રથમ લહેર પછી, ઇરાકે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે.

Advertisement

આ પણ વાંચો:  મોસાદના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલાનો હિઝબુલ્લાએ કર્યો દાવો, ઈઝરાયેલમાં ખળભળાટ

Tags :
Advertisement

.