Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

US Israel Iran War: ઈરાનની Mosaic રણનીતિ, 4 દિવસના યુદ્ધમાં જ હાંફવા લાગ્યા ટ્રમ્પ!

Iran Mosaic Defense: ઈરાને આક્રમક દેશો ઈઝરાયલ અને અમેરિકાને યુદ્ધમાં ખરાબ રીતે થકવી નાખ્યા છે. ઘાત લગાવીને હુમલા કરવા માટે ચોક્કસ વિસ્તારોનો ઉપયોગ કરવો અને હુમલાને એક ખરાબ સપનામાં બદલી નાખવો. ઈરાન, અમેરિકાને વિયતનામ અને અફઘાનિસ્તાન જેવી જાળમાં ખરાબ રીતે ફસાવવા માંગે છે.
us israel iran war  ઈરાનની mosaic રણનીતિ  4 દિવસના યુદ્ધમાં જ હાંફવા લાગ્યા ટ્રમ્પ
Advertisement

. Iran ની સેન્ટ્રલ કમાન્ડ લાઈન તૂટવા છતાં IRGC ૩૧ પ્રાંતીય યુનિટો મંજૂરી વગર હુમલા કરી શકે છે
. પહાડી અને રણમાં 'Defence in Depth' રણનીતિ દ્વારા દુશ્મન સેનાને થકવી નાખવાનો ઈરાનનો પ્લાન
. Mosaic ફોર્સિસ વ્યાપારી માર્ગો, તેલના કુવાઓને નિશાન બનાવીને વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવી શકે છે

US Israel Iran War: તાલિબાન (Taliban) જો 20 વર્ષ બાદ પણ જીવતા રહ્યા છે, તો તેની પાછળ તેની રણનીતિ અને અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ જવાબદાર હતી. ઈરાન (Iran) પણ અમેરિકા (America) માટે આવા જ પડકાર રજૂ કરવાનું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનમાં પોતાની સેના મોકલવાની વાતથી ઈન્કાર કર્યો નથી. પરંતુ નિશ્ચિત માનો કે જો અમેરિકાના સૈનિકો ઈરાન પહોંચશે, તો વિયતનામ (Viatnam) અને અફઘાનિસ્તાન (Afghanistan) ની જેમ જ તેમને ખાલી હાથે જ ત્યાંથી બહાર નીકળવું પડે તેવી શક્યતા છે.

Advertisement

તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને પોતાની ડિફેન્સ સ્ટ્રેટજી (Defence Strategy) માં એક મોટું પરિવર્તન કર્યું છે. તેણે ડિસેન્ટ્રલાઈઝ્ડ (Decentralized) એટલે કે વિકેન્દ્રીકરણ મોજેક ડિફેન્સ ડોક્ટ્રિન (Mosaic Defence Doctrine) ને સંપૂર્ણપણેલાગુ કરી દીધી છે. આ સ્ટ્રેટજી હેઠળ IRGC ના પ્રાંતીય કમાન્ડરોને સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે કે તેઓ અમેરિકા-ઈઝરાયલ (US-Israel) સામે વળતી કાર્યવાહી કરે. એટલે કે કોઈપણ પ્રકારનું ઓપરેસન ચલાવવા માટે હવે કેન્દ્રીય સૈન્ય નેતૃત્વની મંજૂરીની જરૂરત રહી નથી. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સેન્ટ્રલ કમાન્ડ લાઈન પર હુમલા કર્યા છે અને તેના પછી મોઝેક ડોક્ટ્રિનને લાગુ કરવામાં આવી છે.

Advertisement

Iran એ ડિફેન્સ સ્ટ્રેટજીમાં મોટો બદલાવ કર્યો

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની કેન્દ્રીય લીડરશિપ, સૈન્ય નેતૃત્વ, હથિયાર ભંડાર પર હુમલા કર્યા છે. તેના ઈલેક્ટ્રોનિક યુદ્ધે ઈરાનની કમ્યુનિકેશન સિસ્ટમને જામ કરી દીધી છે. કેન્દ્રીય નેતાઓને મારવામાં આવી રહ્યા છે. માટે ઈરાનમાં પ્રાંતીય સૈન્ય અધિકારીઓને પોતાના હિસાબથી યુદ્ધ લડવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. આને કારણે હવે તેમને કોઈપણ પગલું ઉઠાવવા માટે વારંવાર મંજૂરી લેવાની જરૂર રહી નથી.

મોઝેક ડિફેન્સ સિસ્ટમ અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરવા માટે બનાવવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ 1 માર્ચે શેખી મારતા કહ્યુ હતુ કે ઈરાન હવે નક્કી કરશે કે આ લડાઈ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે.

આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!

Mosaic Defence યુદ્ધની રણનીતિ

આ રણનીતિ હેઠળ IRGC ને 31 અલગ-અલગ યૂનિટ્સમાં વહેંચવામાં આવ્યું છે. એક તહેરાન માટે અને બાકી 30 અલગ-અલગ પ્રાંતો માટે. દરેક યૂનિટ કમાન્ડર પાસે ટેક્ટિકલ શક્તિ હશે અને તે પોતાના નિર્ણય લેવામાં સ્વતંત્ર હશે. આ કમાન્ડર ખુદ નક્કી કરી શકે છે કે તેમણે મિસાઈલો છોડવી કે ડ્રોન્સનો ઉપયોગ કરવો. ગુરિલ્લા યુદ્ધ કરવું છે અથવા તો પછી કેવી રીતે યુદ્ધમાં આગળ વધવું છે. તેમને હવે કોઈની પણ મંજૂરી લેવાની જરૂર રહી નથી.

ઉબડ-ખાબડ પહાડો અને રણવિસ્તારોમાં યુદ્ધ લડવા માટે નવા સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે ગુરિલ્લા યુદ્ધ છે, જેવું તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કર્યું હતું. જેવું વિયતનામમાં થયું હતું. ઈરાનની ભૌગોલિક સ્થિતિ પણ ઘણી મુશ્કેલ છે. રણવિસ્તાર અને પહાડ બંને અસ્તિત્વમાં છે. તેને ડિફેન્સ ઈન ડેપ્થ (Defence In Depth) પણ કહેવામાં આવે છે. આ રણનીતિ હુમલાખોરોની લડવાની ક્ષમતાને ધીરેધીરે કમજોર કરે છે. આ યુદ્ધને લાંબુ ખેંચે છે.

IRGC માટે મોઝેક ડિફેન્સ રણનીતિ કારગર સાબિત થશે?

યુદ્ધ જો લાંબુ ખેંચાશે, તો કોઈ હુમલાખોર દેશ માટે યુદ્ધ લડવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. અમેરિકા અને ઈઝરાયલને યુદ્ધ લડવા સેંકડો-હજારો કિલોમીટર દૂરથી આવવું પડશે અને ઈરાની સૈનિકોને ક્યાંય જવાની જરૂર નથી. આખી સેના દેશના અલગ-અલગ વિસ્તારોમાં પોઝિશન લઈ લે છે. આ યુદ્ધની ઘણી અસરકારક પદ્ધતિ છે.

ઈરાને થોડા દિવસો પહેલા આ રણનીતિ સાથે યુદ્ધાભ્યાસ પણ કર્યો છે. માટે તેમને લાગે છે કે તે દુશ્મનોને એક અંતહીન લડાઈમાં ફસાવી શકે છે. અમેરિકા-ઈઝરાયલ આ ઈચ્છતા નથી. તેઓ યુક્રેનમાં રશિયાની હાલત જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Israel US Iran War: સુન્ની મુસ્લિમ દેશોની શિયા ઈરાન સાથે ગદ્દારી, યહૂદી ઈઝરાયલના બન્યા 'રક્ષક' !

ઈરાનના શાતિર કમાન્ડરોની રણનીતિ

હુમલાખોરોને જંગના મેદાનમાં ખરાબ રીતે થકવી દેવા. ઘાત લગાવીને હુમલા કરવા માટે વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરવો. હુમલાને એક ખરાબ સપનામાં બદલી નાખવો. ઈરાન, અમેરિકાને વિયતનામ અને અફઘાનિસ્તાન જેવી જાળમાં ખરાબ રીતે ફસાવવા માંગે છે. આ કરોળિયાની જાળની જેમ હશે.

વિશ્વાસ રાખો આ યુદ્ધ હવે અમેરિકા-ઈઝરાયલના શરીરથી હવે ચોંટી ગયું છે. IRGC ની પાસે જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય સ્થાનોએ મુકાબલો કરવાની શક્તિ છે. વિદેશ મંત્રી અરાધચીનું કહેવું છે કે આનાથી ઈરાનનો આખરી કંટ્રોલ લૉક થઈ જાય છે. માત્ર આકાશમાંથી તહેરાન પર બોમ્બ નાખવાથી અમેરિકા નુકશાન તો ઘણું પહોંચાડી શકે છે, પરંતુ દેશમાં સત્તા પરિવર્તન કરાવી નહીં શકે. સૈનિકોના ઉતાર્યા વગર સરકારનો તખ્તાપલટ કરવો અત્યંત મુશ્કેલ છે.

આ પણ વાંચો: Israel બન્યું Middle-Eat નું બૉસ? હમાસ, હિઝબુલ્લાહથી માંડી Ali Khamenei માટીમાં મળ્યા

વ્યાપારિક માર્ગોને અચાનક નિશાન બનાવાશે

મોઝેક ફોર્સ કોઈપણ ઠેકાણે અચાનક હુમલા કરશે. બિલ્કુલ સરપ્રાઈઝ હુમલા થશે. ક્યાંક કોઈ વ્યાપારિક માર્ગ પર. આ ખનીજતેલના ફ્લો પર અસર પાડશે. તેનાથી GCC જેવા સાથી દેશોના માથે પણ પરસેવો આવી શકે છે. અમેરિકા-ઈઝરાયલને ક્યારેય સમાપ્ત ન થનારી નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ તાત્કાલિક જીત મળવાની ઓછી શક્યતા છે. એસ્કેલેશનની સંભાવના વધી જશે. માટે હવે દુનિયા જોશે કે શું મોઝેક રણનીતિ બે શક્તિઓને હરાવી શકે છે અથવા તો પછી તૂટીને વિખરાઈ જાય છે?

આ પણ વાંચો: શું Crude Oil ની કિંમતો 120 ડૉલરને પાર કરશે? JPMorganની ચેતવણી

Tags :
Advertisement

.

×