Iran Protests : ઈરાનની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન, તેહરાનથી મશહાદ સુધી તાનાશાહીના ગુંજ્યા નારા
- Iran Protests :ઈરાનમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન શરુ
- રેઝા પહલવીના સમર્થનમાં લાગ્યા નારા
- ડિસેમ્બરના વિરોધ પ્રદર્શનોમાં 3,000 લોકોના થયા હતા મોત
Iran Protests : ઈરાનમાં ફરી એકવાર સરકાર વિરોધી પ્રદર્શનો તીવ્ર બન્યા છે. રાજધાની તેહરાન સહિત અનેક શહેરોની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તાનાશાહી મુર્દાબાદ અને ખામેની મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ પ્રદર્શન મોટા આંદોલનના 40 દિવસ બાદ થઈ રહ્યું છે.
ઈરાનના તેહરાનની અગ્રણી એન્જિનિયરિંગ યુનિવર્સિટી અને શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. વિરોધ પ્રદર્શનોને શાંત કરવા માટે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા.
Iran Protests : રેઝા પહલવીના સમર્થનમાં લાગ્યા નારા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં વિદ્યાર્થીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીને ખૂની નેતા કહેતા જોવા મળ્યા હતા. પદભ્રષ્ટ શાહના દેશનિકાલ કરાયેલા પુત્ર, રેઝા પહલવીના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમને નવા શાસક બનાવવાની માંગ કરવામાં આવી હતી. તેહરાનની બેહેશ્તી અને અમીર કબીર યુનિવર્સિટીઓ તેમજ મશહદ યુનિવર્સિટી અને પશ્ચિમી શહેર અબાદાનમાં પણ દેખાવો થયા હતા. અબાદાનમાં એક શિક્ષકની ધરપકડ બાદ, લોકોએ "ખામેની મુબારક" અને તાનાશાહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
Large anti-government demonstrations are taking place this morning at the Iran University of Science and Technology in Tehran, as well as several other colleges and universities across Iran, with clashes taking place with local security forces and elements under the Basij. pic.twitter.com/oxcowQ4oAJ
— OSINTdefender (@sentdefender) February 22, 2026
ડિસેમ્બરના વિરોધ પ્રદર્શનોમાં 3,000 લોકોના થયા હતા મોત
આર્થિક દબાણ અને ફુગાવાના વિરોધમાં તેહરાન સહિત ઈરાનમાં ડિસેમ્બરના વિરોધ પ્રદર્શનો શરુ કરવામાં આવ્યો હતો. જોકે, વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે સીધા સરકાર અને ધાર્મિક નેતૃત્વ સામે ફેરવાઈ ગયા.સ્થાનિક અને વિદેશી મીડિયા અનુસાર, સરકારી કાર્યવાહીમાં હજારો લોકો માર્યા ગયા હતા. સરકાર દાવો કરે છે કે ડિસેમ્બરના વિરોધ પ્રદર્શનોમાં 3,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓને દોષી ઠેરવી હતી. દરમિયાન, યુએસ સ્થિત માનવાધિકાર સંગઠન HRANA દાવો કરે છે કે 7,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી મોટાભાગના વિરોધીઓ હતા.


