Iraq માં છોકરીઓની લગ્નની ઉંમર 15 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરાશે!
લગ્નની ઉંમર 15 વર્ષથી બદલીને 9 વર્ષની કરવાની માગ
લગ્નને અંતિમ સ્વરૂપ આપવાની મંજૂરી આપશે
અમે આવા નિયમો વિરુદ્ધ વર્ષોથી લડી રહ્યા છીએ
Iraq Child Marriage: વધુ એક એવા ભારત સામે જ્યાં બાળ વિવાહને સમર્થન આપવામાં આવી રહ્યું છે, તેની સામે દેશના નાગરિકોએ ઈન્સાફ માટે ન્યાયના રક્ષકો સામે ગુહાર કરવામાં આવી રહી છે. તો આ કોઈ બીજો દેશ નહીં, પરંતુ Iraq છે. કારણ કે... Iraq એ બાળ વિવાહને માન્ય ગણવા માટે યુવતીઓના લગ્ન માટે ઉંમરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Iraq છોકરીઓની ઉંમરમાં ઘટાડો કર્યો છે.
લગ્નની ઉંમર 15 વર્ષથી બદલીને 9 વર્ષની કરવાની માગ
જોકે Iraq માં છોકરીઓની ઉંમર લગ્ન કરવા માટે પહેલા 15 વર્ષ નક્કી કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં Iraq ની સરકારે આ નિયમમાં ફેરફાર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધો છે. Iraq એ લગ્ન માટે છોકરીઓની ઉંમર 15 વર્ષથી બદલીને 9 વર્ષની કરવા પર કામગીરી હાથ ધરી છે. Iraq માં આવેલી શિયા ઈસ્લામિક પાર્ટીઓ અલ-જાફરી અથવા વ્યક્તિગત કાનૂનના સંશોધન અને છોકરીઓની લગ્નની ઉંમરના વર્તમાન કાનૂનમાં ફેરફાર કરવાની માગ ઉઠી છે.
આ પણ વાંચો: Hollywood ફિલ્મોની વાર્તા સત્ય થશે, zombies Virus થી સંક્રમિત દર્દીઓ...
લગ્નને અંતિમ સ્વરૂપ આપવાની મંજૂરી આપશે
વાસ્તવમાં ઈસ્લામિક ધર્મ પ્રમાણે છોકરી 15 વર્ષ એટલે કે સામાન્ય રીતે 18 વર્ષની ઉંમરથી લગ્ન કરી શકે છે. પરંતુ આ ઉંમરમાં ઘટાડો કરવા માટે માગ ઉઠી છે, અને આ ઉંમર 9 વર્ષની કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ નિયમને લાગૂ કરવામાં સ્વતંત્ર આએડ અલ-મલિકી દ્વારા પેશ કરવામાં આવ્યો છે. જો આ નિયમ લાગૂ કરવામાં આવશે, તો Iraq એ આ આધુનિક જમાનામાં બાળ વિવાહને માન્ય ગણાવતો પ્રથમ દેશ બની જશે. આ ઠરાવ ધાર્મિક પ્રમુખોએ કોર્ટને બદલે "શિયા અને સુન્ની સેટલમેન્ટ ઓફિસ" દ્વારા લગ્નને અંતિમ સ્વરૂપ આપવાની મંજૂરી આપશે.
અમે આવા નિયમો વિરુદ્ધ વર્ષોથી લડી રહ્યા છીએ
તો Iraq ના લોકો દ્વારા આ નિયમને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત અનેક Iraq ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો આ ઠરાવ લાગૂ થશે, તો Iraqમાં મહિલાઓ, છોકરીઓ અને માનવ અધિકારો પર નકારાત્મક પ્રભાવ પડશે. બીજી તરફ Iraq માં મહિલા અધિકાર કાર્યકર્તા સુહાલિયા અલ અસમે જાહેર કર્યું છે કે, Iraq ના લોકો સ્પષ્ટ સ્વરૂપે આ પ્રકારના ગેરકાનૂનો અસ્વીકાર કર્યો છે. આ નિયમ મહિલાઓ અને પુરુષ માટે અપમાનજનક સાબિત થશે. અમે આવા નિયમો વિરુદ્ધ વર્ષોથી લડી રહ્યા છીએ.
આ પણ વાંચો: દેશ વેચે પણ નહીં પૂરું થાય પાકિસ્તાનનું દેવું, આંકડો જાણી ચોંકી જશો