IRGC Threat to Netanyahu: ઇઝરાયેલના PM નેતન્યાહૂને પાતાળમાંથી પણ શોધીને ખતમ કરવાની IRGCની ખુલ્લી ધમકી
- ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે નેતન્યાહૂની હત્યા કરવાની ખુલ્લી ધમકી આપી (IRGC Threat to Netanyahu)
- આયાતુલ્લાહ ખામેનીના મોતનો બદલો લેવા IRGC એ કમર કસી
- "જો નેતન્યાહૂ જીવિત હશે તો પણ તેનો પીછો કરીશું" - સેપાહ ન્યૂઝ
- વડાપ્રધાન નેતન્યાહૂ ઘણા દિવસોથી દેખાયા ન હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા
મધ્ય પૂર્વ (Middle East) માં છેલ્લા 15 દિવસથી ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક ભયાનક વળાંક આવ્યો છે. ઈરાનની શક્તિશાળી લશ્કરી પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (Islamic Revolutionary Guards [IRGC]) એ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) ની હત્યા કરવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. રવિવારે IRGC એ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તેઓ નેતન્યાહૂનો પીછો કરીને તેમને ખતમ કરવાની પ્રતિજ્ઞા લે છે.
IRGC Threat to Netanyahu: નેતન્યાહૂના અસ્તિત્વ પર સસ્પેન્સ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર એવી અફવાઓ ઉડી રહી છે કે વડા પ્રધાન નેતન્યાહૂ રહસ્યમય રીતે ગાયબ છે. કેટલાક અહેવાલો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે ઈરાની હુમલામાં નેતન્યાહૂની હત્યા થઈ ચૂકી છે. આ અટકળો વચ્ચે IRGC એ તેની વેબસાઈટ 'સેપાહ ન્યૂઝ' (Sepah News) પર આક્રમક નિવેદન જારી કર્યું છે. ઈરાની ગાર્ડ્સે જણાવ્યું કે, "જો આ બાળ-હત્યા કરનાર (Child-killer) જીવિત છે, તો અમે અમારી તમામ શક્તિથી તેનો પીછો કરીશું અને તેને મોતને ઘાટ ઉતારીશું." આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ઈરાન હાલમાં નેતન્યાહૂના ચોક્કસ લોકેશન વિશે અનિશ્ચિત છે.
According to a statement by the Islamic Revolutionary Guard Corps, there are three possibilities regarding Netanyahu, the killer of children: either he has been killed, fled from the occupied territories, or he is hiding in one of the bunkers. The promise made by the IRGC in its… pic.twitter.com/EnnPqxbuLD
— Iran TV (@QBC_QBC) March 15, 2026
આયાતુલ્લાહ ખામેનીની શહાદતનો બદલો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ લોહિયાળ સંઘર્ષના પાયામાં 28 ફેબ્રુઆરીની ઘટના છે. તે દિવસે ઈઝરાયેલ અને અમેરિકા (USA) એ એક સંયુક્ત ગુપ્ત ઓપરેશનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) ની હત્યા કરી હતી. આ હુમલામાં અનેક વરિષ્ઠ કમાન્ડરો પણ માર્યા ગયા હતા. હવે, ખામેનીના પુત્ર મોજતબા ખામેની (Mojtaba Khamenei) એ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવાની કસમ ખાધી છે. ઈરાન આ હત્યાકાંડ માટે નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને જવાબદાર માની રહ્યું છે.
યુદ્ધની લપેટમાં મધ્ય પૂર્વ
આ ધમકી બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ તેજ બની છે. ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા (Missile and Drone Attacks) દ્વારા અમેરિકન અને ઈઝરાયેલી લશ્કરી મથકો તેમજ દૂતાવાસોને નિશાન બનાવ્યા છે. IRGC ની આ તાજી ધમકીએ ઈઝરાયેલ અને અમેરિકાની સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર લાવી દીધી છે.
આ પણ વાંચો: Israel Attack on Iran: ઈઝરાયેલી વાયુસેનાએ ઇરાનના સ્પેસ રિસર્ચ સેન્ટર અને ડિફેન્સ ફેક્ટરી પર કર્યા ભીષણ હુમલા


