Israel બન્યું Middle-Eat નું બૉસ? હમાસ, હિઝબુલ્લાહથી માંડી Ali Khamenei માટીમાં મળ્યા
. Ali Khamenei સહીત Iran ના 40 ટોચના કમાન્ડરોનો ખાત્મો
. Israel સામેની પ્રતિરોધની ધરી ઈરાની સુપ્રીમ લીડરના મોતથી ખતમ
. Middle-East માં ઈઝરાયલ માટે હાલ સુપ્રીમ લીડર જેવી સ્થિતિ
US ISrael Iran War: હમાસ (Hamas), હૂતી (Hauthi) , હિઝબુલ્લાહ (Hizbullah) અને હવે ઈરાન (Iran) ના સુપ્રીમ નેતૃત્ત્વનો સફાયો કરીને ઈઝરાયલે (Israel) સાબત કરી દીધું છે કે તે પોતાના સૌથી મોટા દુશ્મનો સુધી પહોંચીને તેમને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. અયાતુલ્લા ખામેનેઈનું મોત અને ઈરાનના સૈન્ય માળખાની તબાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મિડલ-ઈસ્ટ (Middle-East) ની કમાન માત્ર ઈઝરાયલના હાથમાં રહેશે?
ઈઝરાયલ-અમેરિકા (Israel-US) દ્વારા ઈરાન (Iran) પર હુમલામાં સુપ્રીમ લીડ અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatullah Ali Khamenei) સહીત 40 ટોચના કમાન્ડરોના મોત બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઝુકી ગયા છે અને વાતચીત માટે તૈયાર થઈ ગયા છે.
ક્યારેક અમેરિકાની મદદથી તો ક્યારેક કોઈપણ મદદ વગર પેજરથી લઈને સટીક મિસાઈલો અને બંકરો ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવાત બોમ્બ સુધી ઈઝરાયેલે ગાઝા (Gaza) , લેબેનાન (Lebabob) , યમન (Yamen) અને હવે ઈરાન (Iran) માં પોતાના મોટા વિરોધીઓને નિશાન બનાવીને સમાપ્ત કર્યા છે. દશકાઓ સુધી જ્યારે ઈરાને ઈઝરાયલને પડકાર ફેંક્યા છે અને તેના પછી તેના સુપ્રીમ લીડર ખામેનેઈ (Ayatullah Ali Khamenei) નો ખાત્મ પણ કરી દીધો છે.
It’s official: All senior terrorist leaders of Iran’s Axis of Terror have been eliminated pic.twitter.com/9T901u5ZsH
— Israel Defense Forces (@IDF) March 1, 2026
આ પણ વાંચો: Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી ! માર્ચ મહિનામાં દુનિયા પર તોળાતું સંકટ!
ઈઝરાયલ Middle-East નું બૉસ
ઈઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઈરાન સંપૂર્ણપણે તૂટી ગયું છે. હમાસ, હિઝબુલ્લાહ, હુતી નેતૃત્વ અને હવે ઈરાનના સુપ્રીમ લીડરના ખાત્મા બાદ મિડલ-ઈસ્ટમાં ઈઝરાયલે ન માત્ર પોતાની સૈન્ય શ્રેષ્ઠતા સાબિત કરી છે, પરંતુ આર્થિકપણે પણ યુએઈ અને બહરીન જેવા દેશોને પોતાની તરફ કર્યા છે. તેવામાં હવે આ કહેવું પણ ખોટું નથી કે મિડલ-ઈસ્ટનું બૉસ ઈઝરાયલ હશે.
મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જમિન નેતન્યાહૂ ઈરાનને વાતચીત દ્વારા સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈરાનને પરમાણુ શક્તિ બનવા દેશે નહીં. પરંતુ ઈરાન પીછે હટ કરવા માટે તૈયાર ન હતું. ઈરાનના સુપ્રીમ લીડર ખામનેઈ સતત પરમાણુ શક્તિ બનવાની દિશામાં કામ કરી રહ્યા હતા. તેવામાં ખામનેઈના મોતને પ્રતિરોધની ધરીના ખાત્મા તરીકે જોવાઈ રહી છે.
❗️🛩️AERIAL SUPERIORITY ACHIEVED OVER TEHRAN: The IAF have been operating over the skies over Tehran, striking and eliminating numerous targets.
Targets struck include ballistic missile launchers, headquarters, Iranian air defense systems & command centers of the Iranian… pic.twitter.com/Hon021dntz
— Israel Defense Forces (@IDF) March 1, 2026
Israel સાથે ઘણાં ખાડી દેશોના સંબંધ સુધર્યા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાન હવે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું છે. હુમલાથી થયેલા નુકશાન બાદ ઈરાન એ સ્થિતિમાં નથી કે તે પોતાની શરતો રાખી શકે. તેવામાં ઈઝરાયલનો દબદબો હવે ઈરાન પર પણ કાયમ થઈ શકે છે, કારણ કે યુએઈ, બહરીન અને મોરક્કો જેવા દેશ પહેલા જ ઈઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય કરી ચુક્યા છે.
UAE સાથે Israel ના સંબંધ
યુએઈ અને ઈઝરાયલમાં 2020માં ઘણાં મહત્ત્વના કરારો થયા હતા. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધ પણ સારા છે. 2020 બાદ યુએઈ અને ઈઝરાયલ ઘણાં ક્ષેત્રોમાં સમજૂતી કરી ચુક્યા છે.
આ પણ વાંચો: US-Israeal Attacks Iran: ઈરાન-ઈઝરાયલ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂ અને UAEના પ્રમુખ સાથે કરી વાતચીત
Bahrin-Israel સંબંધ
બહરીન અને ઈઝરાયલના સંબંધ 2020ના અબ્રાહમ કરાર બાદ સારા થાય છે. 2023-24માં બંને દેશો વચ્ચે વ્યાપાર ઝડપથી વધ્યો અને ઘણી મોટી વૃદ્ધિ જોવા મળી છે.
Moracco-Israel સંબંધ
મોરક્કો અને ઈઝરાયલ વચ્ચે ડિસેમ્બર-2020માં અમેરિકાની મધ્યસ્થતામાં અબ્રાહમ અકોર્ડ્સ હેઠળ ઔપચારીક સંબંધ સ્થાપિત થયા. તેના પછી બંને દેશોની વચ્ચે સંબંધ સારા થઈ રહ્યા છે.
What you need to know about the operational accomplishments by U.S. & Israeli forces against the Iranian terror regime: pic.twitter.com/kyEcIqXGf1
— Israel Defense Forces (@IDF) March 1, 2026
વૈશ્વિક રોકાણ તરફ UAE અને Saudi
ત્યારે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા ખાડી દેશ આર્થિક આધુનિકીકરણ સાથે વૈશ્વિક રોકાણ આકર્ષણની દિશામાં આગળ વધી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે ઈઝરાયલ તેનો સાથ આપી રહ્યું છે. પરંતુ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવથી વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે.
China - Russia ના હસ્તક્ષેપની શક્યતા
ઈઝરાયલ-અમેરિકાએ જ્યારે મળીને ઈરાન પર હુમલા કર્યા તો ઈરાનના સમર્થનમાં કોઈ જોવા મળ્યું નથી. ચીન અને રશિયા જેવા દશ પણ ઈરાન સાથે આવ્યા નથી. જો કે યુએનઆરસીમાં જરૂર ઈરાન પર હુમલાની નિંદા કરી છે. પરંતુ ઈરાનની મદદ માટે આગળ આવ્યા નથી.
તેવામાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ચીન અને રશિયા જેવા દેશ મિડલ-ઈસ્ટમાં ઈઝરાયલની દાદાગીરીને સહન કરશે, કારણ કે ચીનનો ઈરાદો શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યો છે કે તે કોઈપણ યુદ્ધમાં કૂદવાથી બચે છે, તેનું આખું ફોકસ પોતાના વ્યાપારને વધારવા પર હોય છે.
બીજી તરફ રશિયા ગત ઘણાં વર્ષોથી યુક્રેન સાથે યુદ્ધમાં ઉતરેલું છે. યુક્રેનને અમેરિકાનું સમર્થન છે. તેવામાં રશિયા ક્યારેય ઈચ્છશે નહીં કે તે મિડલ-ઈસ્ટમાં ઈરાન સાથે કૂદે અને અમેરિકા વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થાય. કુલ મળીને એવું લાગતું નથી કે રશિયા અને ચીન મિડલ-ઈસ્ટમાં ઈઝરાયલની વિરુદ્ધ કોઈ નક્કર પગલા ઉઠાવશે.
‼️WATCH: For the first time since the start of Operation ‘Roaring Lion’, the IAF is striking targets belonging to the Iranian terror regime in the heart of Tehran.
Over the past day, the IAF conducted large-scale strikes to establish aerial superiority and pave the path to… pic.twitter.com/DN2MkGCfWc
— Israel Defense Forces (@IDF) March 1, 2026
આ પણ વાંચો: US Jet Crash Kuwait : કુવૈતમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ,પાઇલેટનો આબાદ બચાવ!


