ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન છોડવાની તૈયારીમાં ખામેનેઈ? રિપોર્ટમાં દાવો
. ઈરાનમાં ઉગ્ર દેખાવોમાં 15 જેટલા દેખાવકારોના મોત
. ટ્રમ્પે ઈરાનને આપી છે હસ્તક્ષેપની ધમકી
. ખોમેનેઈ ઈરાનમાંથી ભાગે તેવી શક્યતાનો દાવો
વોશિંગ્ટન: ઈરાનમાં વિરોધ પ્રદર્શનની આગ ઉગ્ર થવા અને ઘણાં દેખાવકારોના મોત પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપની ધમકી આપી હતી. તેના પછી હવે એક રિપોર્ટમાં મોટો દાવો કરાયો છે.
રિપોર્ટમાં મોટો દાવો
ધ ટાઈમ્સના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આર્થિક સંકટની વિરુદ્ધ ઈરાનમાં મોટા પ્રમાણમાં થઈ રહેલા દેખાવો વચ્ચે, ઈરાન અને અયાતુલ્લા અલી ખામેનેઈના દેશમાંથી ફરાર થવાની યોજના બની રહી છે. રિપોર્ટ મુજબ, ખામેનેઈની પાસે આને લઈને એક બેક-અપ પ્લાન છે.
રિપોર્ટમાં એક ઈન્ટેલિજન્સ રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ખામેનેઈ અને તેના 20 નિકટવર્તી સહયોગીઓ અને પરિવાર સાથે ઈરાનથી ભાગવવાની યોજના બનાવી રહ્યા છે. દાવો કરાયો છે કે ખામેનેઈ સીરિયાના બશર અલ અસદનીજેમ રશિયામાં શરણલે તેવી શક્યતા છે. તેનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે ખામેનેઈને મોસ્કો ભાગવું પડશે, કારણ કે તેમના માટે અન્ય કોઈ સ્થાન નથી.
#WATCH | On Iran, US President Donald J Trump says, "We are watching it very closely. If they start killing people like they have in the past, they are going to get hit very hard by the United States"
Source: US Network Pool via Reuters pic.twitter.com/aFL7KtFl6F
— ANI (@ANI) January 5, 2026
ઈરાનમાં પ્રદર્શનો
આના પહેલા ઈરાનની ડૂબતી ઈકોનોમીને કારણે ભડકેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170થી વધારે સ્થાનો પર દેખાવો થઈ રહ્યા છે. જણાવાયું છે કે મૃતકોની સંખ્યા ઓછામાં ઓછી 15ની થઈ છે અને 580થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ દેશમાં અશાંતિ પેદા કરનારા વિરોધ પ્રદર્શનોને લઈને કહ્યુ છે કે હુલ્લડખોરો પર કડકાઈ કરવી પડશે. વિરોધ-પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈની આ પહેલી ટીપ્પણી છે.


