Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પહેલીવાર આતંકી સંગઠન ISIS ના નિશાને આવ્યું ચીન!

આઈએસનું કહેવું છે કે આ હુમલામાં તાલિબાનના ઘણાં કમાન્ડરો માર્યા ગયા છે. જો કે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. અફઘાનિસ્તાનના પ્રશાસને અત્યાર સુધી આ વિસ્ફોટનું કારણ જણાવ્યું નથી અને અત્યાર સુધી તેને આતંકી હુમલો પણ ગણાવ્યો નથી. તાલિબાનના ગૃહ મંત્રી મુફ્તિ અબ્દુલ મતીન કાનીએ કહ્યુ છે કે હાલ આ વિસ્ફોટની તપાસ થઈ રહી છે
પહેલીવાર આતંકી સંગઠન isis ના નિશાને આવ્યું ચીન
Advertisement

. આઈએસના નિશાને ચીન
. કાબુલ વિસ્ફોટ બાદ આઈએસનો ખુલાસો
. આઈએસની ઓનલાઈન ન્યૂઝ એજન્સીમાં હુમલાનું કારણ અપાયું

ISIS China: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ લીધી છે. આતંકી સંગઠનના આ હુમલામાં 1 ચીની નાગરિક સહીત 7 લોકોના મોત નીપજ્યા છે. હાલ આની તપાસ થઈ રહી છે, પરંતુ આઈએસએ ચીની રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવ્યાની હકીકત સામે આવ્યા પછી સૌ ચોંકી ગયા છે.

Advertisement

આતંકી સંગઠન આઈએસની ઓનલાઈન ન્યૂઝ એજન્સી Aamaq માં દાવો કરાયો છે કે તેણે ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થનારા અત્યાચારોને કારણે આ હુમલો કર્યો છે. આ કારણે તેણે ચીની રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યું છે, જેથી કોઈ ચીની વ્યક્તિને પણ નુકશાન થાય. આઈએસનો દાવો છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા છે.

Advertisement

આઈએસનું કહેવું છે કે આ હુમલામાં તાલિબાનના ઘણાં કમાન્ડરો માર્યા ગયા છે. જો કે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. અફઘાનિસ્તાનના પ્રશાસને અત્યાર સુધી આ વિસ્ફોટનું કારણ જણાવ્યું નથી અને અત્યાર સુધી તેને આતંકી હુમલો પણ ગણાવ્યો નથી. તાલિબાનના ગૃહ મંત્રી મુફ્તિ અબ્દુલ મતીન કાનીએ કહ્યુ છે કે હાલ આ વિસ્ફોટની તપાસ થઈ રહી છે. ત્યારે આઈએસનો દાવો છે કે તેને ચીની નાગરિકો માટે ભવિષ્યમાં પણ એક ખતરા તરીકે જોવાઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ચીનના પણ કેટલાક લોકોની હાજરી છે. તેવામાં ઉઈગુર મુસ્લિમોના નામ પર આઈએસનું આ નિવેદન તેને ધમકાવનારું લાગી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે ઉઈગુર મુસ્લિમો પર અત્યાચારના નામ પર પાકિસ્તાન સહીત મોટાભાગના મુસ્લિમ દેશો મૌન પાળી રહ્યા છે. આઈએસએ કાબુલ વિસ્ફોટની જવાબદારી લઈને ચીનના નાગરિકોને નિશાન બનાવવાનું કારણ જણાવ્યું છે. તેનું આ કબૂલનામું ચીન માટે ચિંતાનો વિષય છે. 2021માં અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનોની વાપસી થઈ હતી. ત્યારે અમેરિકા સહીત દુનિયાના તમામ દેશોએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. પરંતુ ચીને હજીપણ ઘણાં આર્થિક પ્રોજેક્ટ પરનું અફઘાનિસ્તાન ખાતેનું કામ ચાલુ રાખ્યું છે. આ હુમલો કાબુલના શહર-એ-નાવ જિલ્લાના એક ચીની રેસ્ટોરેન્ટમાં થયો હતો. પોલીસ પ્રવક્તા ખાલિદ જદરાને કહ્યુ કે આ રેસ્ટોરન્ટ એક અફઘાની ચલાવી રહ્યો હતો, જેમાં ચીનનો એક શખ્સ અને તેની પત્ની પાર્ટનર છે.

કોઈએ કહી 20ના મોતની વાત

સામાન્ય રીતે આ રેસ્ટોરન્ટમાં ચીનીઓની હાજરી રહે છે. તેને જોતા ઈસ્લામિક સ્ટેટે રેસ્ટોરન્ટને ટાર્ગેટ કર્યું જદરાને કહ્યુ છે કે આ વિસ્ફોટમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં 1 ચીની નાગરિક છે. આ વિસ્ફોટ રેસ્ટોરન્ટના રસોડામાં થયો. હુમલાવાળા સ્થાન પાસે જ એક સર્જિકલ સેન્ટર ચલાવનારી ઈટાલિયન ચેરિટીએ ક્હ્યું કે તેની પાસે 20 લોકોના માર્યા જવાની જાણકારી છે. તેમાંથી 7 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

ચીનના સરકારી મીડિયા સીસીટીવીના રિપોર્ટ મુજબ, હુમલામાં 2 ચીની નાગરિકો ગંભીરપણે ઘાયલ થયા છે. તેના સિવાય એક સિક્યુરિટી ગાર્ડ પણ માર્યો ગયો છે. જ્યારે ટોલો ન્યૂઝના એક ફૂટેજમાં દર્શાવાયું છે કે વિસ્ફોટ બાદ લોકો દોડધામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Afghanistan Blast News : કાબુલના હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં ભયાનક બ્લાસ્ટ, અનેક લોકોના મોતની આશંકા

Tags :
Advertisement

.

×