Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

પેલેસ્ટાઈનની પીડા ભૂલીને ટ્રમ્પ સામે ઝુકી ગયું Islamic World!, Board of Peace માં 8 મુસ્લિમ દેશ

ગાઝા પટ્ટીના પુનર્નિર્માણ માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રચિત 'બોર્ડ ઓફ પીસ'માં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી સહિત 8 મોટા મુસ્લિમ દેશો જોડાયા છે. જ્યારે ફ્રાંસ અને બ્રિટન જેવા યુરોપિયન દેશો આ બોર્ડથી અંતર જાળવી રહ્યા છે, ત્યારે મુસ્લિમ દેશોના આ નિર્ણયની ટીકા થઈ રહી છે. આરોપ છે કે પેલેસ્ટાઈનની પીડાને બાજુ પર રાખી આ દેશો ટ્રમ્પના પ્રભાવ સામે ઝૂકી ગયા છે
પેલેસ્ટાઈનની પીડા ભૂલીને ટ્રમ્પ સામે ઝુકી ગયું islamic world   board of peace માં 8 મુસ્લિમ દેશ
Advertisement

. ગાઝા પટ્ટીના પુનર્નિર્માણ માટેના ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં 8 મુસ્લિમ દેશ
. પેલેસ્ટાઈનવાસીઓની પીડા ભૂલીને બોર્ડમાં મુસ્લિમ દેશોના સામેલ થવાનો આરોપ
. બોર્ડ ઓફ પીસમાં ઈઝરાયલના હિતો મુજબ વ્યવહાર થવાની શક્યતાઓની ચર્ચા

Trump Board of Peace for Gaza: સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત (UAE), કતર, તુર્કી, જોર્ડન, ઈજીપ્ત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન.. આ તમામ દુનિયાના મોટા મુસ્લિમ દેશ છે અને આ તમામે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના બોર્ડ ઓફ પીસ (Board of Peace) માં જોડાવાનું મુનાસિબ માન્યું છે. બુધવારે આ આરબ અને ઈસ્લામિક દેશોએ ઘોષણા કરી કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડમાં સામેલ થઈ રહ્યા છે. આ બોર્ડ ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ગાઝા (Gaza) પટ્ટીને સ્થિર કરવા અને તેના પુનર્નિર્માણના ઉદેશ્યથી બનાવાયું છે.

Advertisement

એક સંયુક્ત નિવેદનમાં સાઉદી અરેબિયા, તુર્કી, ઈજીપ્ત, જોર્ડન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, કતર અને યુએઈના વિદેશ મંત્રાલયોએ કહ્યું છે કે તેણે ગાઝા (Gaza) પીસ બોર્ડમાં ભાગીદારી માટેના ટ્રમ્પના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.

Advertisement

આ આઠ દેશોએ નિવેદનમાં કહ્યું છે કે તેઓ આ બોર્ડના મિશનનું સમર્થન કરશે. એક તરફ જ્યાં મુસ્લિમ દુનિયાના તમામ મોટા દેશ ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડ ઓફ પીસનું સમર્થન કરી રહ્યા છે અને તેમાં સામેલ થઈ રહ્યા છે, અમેરિકાના નિકટવર્તી યૂરોપિયન સહયોગી દેશો આ બોર્ડમાં સામેલ થવાના ઈચ્છુક દેખાતા નથી. રિપોર્ટ મુજબ, ઘણાં યૂરોપિયન દેશ આ વાતનો વિચાર કરી રહ્યા છે કે તેઓ ટ્રમ્પના નિમંત્રણને ઠુકરાવે કે સ્વીકારે.

યૂરોપ ટ્રમ્પ સામે અણનમ

ફ્રાંસ,બ્રિટન સહીતના યૂરોપમાંથી અમેરિકાના મોટા ભાગીદાર દેશો આ બોર્ડમાં સામેલ થવાથી બચી રહ્યા છે. તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંના એક નજીકના સૂત્રનું કહેવું હતું કે તે ટ્રમ્પના બોર્ડમાં સામેલ થવાના ઈચ્છુક નથી.

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પના આક્રમક વલણને લઈને યૂરોપિયન દેશો નારાજ છે અને તેઓ ટ્રમ્પના દબાણમાં કોઈ એવું પગલું ઉઠાવી રહ્યા નથી જે તેમના સાર્વભૌમત્વ સાથે સમજૂતી હોય. ટ્રમ્પ ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડને કોઈપણ પ્રકારે અમેરિકાનો વિસ્તાર બનાવવા માંગે છે, જેને લઈને યૂરોપિયન દેશ અમેરિકાથી નારાજ છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તો ખુલીને ટ્રમ્પની વિરુદ્ધ ટીપ્પણી પણ કરી છે.

ટ્રમ્પની સામે ઝુક્યા મુસ્લિમ દેશ!

બોર્ડ ઓફ પીસને લઈને એ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેમાં ઈઝરાયલના હિતોનું ધ્યાન રાખીને કામ થશે, જે પેલેસ્ટાઈનના લોકો સાથે અન્યાય હશે. બોર્ડની કમાન સંપૂર્ણપણે ટ્રમ્પના હાથમાં હશે અને ટ્રમ્પ ઈઝરાયલના મોટા હિતૈષીઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

તેમ છતાં આઠ જેટલા મોટા મુસ્લિમ દેશોનું આ બોર્ડમાં સામેલ થવું મુસ્લિમ વિશ્વના લોકોને ગળે ઉતરતું નથી. લોકો કહી રહ્યા છે કે પેલેસ્ટાઈન રાષ્ટ્રની તરફદારી કરનારા દેશ કેવી રીતે ગાઝાનું શાસન કોઈ બોર્ડને સોંપી શકે છે કે જેનું નિયંત્રણ અમેરિકાના હાથમાં છે.

બીજી તરફ હમાસ-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ છતાં ગાઝામાં સતત હુમલાના અહેવાલ છે. તેને લઈને પણ મુસ્લમ દેશોના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમના રાષ્ટ્રાધ્યક્ષો પેલેસ્ટાઈનવાસીઓની પીડાને ભૂલીને ટ્રમ્પ સાથે સમજૂતી કરી રહ્યા છે.

ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનો વિરોધ

પાકિસ્તાનના ઈકો-સોશયલિસ્ટ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે પાકિસ્તાને ગાઝા માટે ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાની સંમતિ આપીને પોતાના પડવાની હદ પાર કરી દીધી છે. જ્યારે પેલેસ્ટાઈનના લોકો હજારોની સંખ્યામાં શહીદ થઈ રહ્યા હતા, ત્યારે આપણે પેલેસ્ટાઈનનું સમર્થન અને તેની સુરક્ષામાં સૌથી આગળ હોવું જોઈતું હતું.

આંતરરાષ્ટ્રીય વાટાઘાટકાર નોમી બાર યાકોવે પણ મુસ્લિમ દેશોના ટ્રમ્પના બોર્ડમાં સામેલ થવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે અલ અરબિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તુર્કી,કતર સહીતના ઘણાં મુસ્લિમ દેશોના સંબંધ ઈઝરાયલ સાથે બેહદ ખરાબ છે. તેવામાં ગાઝાને લઈને આ દેશોનીવચ્ચે કોઈ સામાન્ય સંમતિ બની શકશે નહીં.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે 'Board of Peace'નું કર્યું ઔપચારિક એલાન, શું UN નું અસ્તિત્વ જોખમમાં?

Tags :
Advertisement

.

×