Israel Airstrike: US - Iran વાટાઘાટો વચ્ચે ઈઝરાયલનો લેબનાન પર હુમલો, 3ના મોત
. શાંતિની ચર્ચા વચ્ચે ઈઝરાયલે દક્ષિણ લેબનાનમાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો, જેમાં ૩ ના મોત થયા
. લેબનાનના રાષ્ટ્રપ્રમુખના જણાવ્યા મુજબ, ૧૪ એપ્રિલથી ઈઝરાયલ સાથે સંઘર્ષ વિરામ માટે સીધી મંત્રણા શરૂ થઈ શકે છે
. ઈરાન અને અમેરિકા વચ્ચે લેબનાન પર યુદ્ધવિરામ લાગુ કરવા બાબતે હજુ પણ ગંભીર મતભેદો પ્રવર્તી રહ્યા છે
Israel Airstrike: લેબનાન (Lebanon) માં ઈઝરાયલ (Israel) અને હિઝ્બુલ્લાહ (Hezbollah) ની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. શનિવારે ઈઝરાયલે દક્ષિણ લેબનાનના નબાતીહ વિસ્તારના મફાદૌન કસબામાં એક રહેણાંક ઈમારતને નિશાન બનાવી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
⭕As part of efforts to degrade the firing capabilities of Hezbollah, 200+ rocket launchers and ~1,300 launch tubes were dismantled.
Additionally, Ali Kamel Abar al-Hassan, an artillery officer in Hezbollah’s Nasser Unit, was also eliminated, alongside 250+ Hezbollah artillery… pic.twitter.com/GpDWIPJIPg
— Israel Defense Forces (@IDF) April 10, 2026
આ પણ વાંચો : Islamabad US Iran Talk: પાકિસ્તાન પહોંચ્યા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ, આસિમ મુનિરે કર્યું સ્વાગત
US - Iran શાંતિ વાટાઘાટો (Peace Talk) વચ્ચે તણાવ વધ્યો
આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે શાંતિની વાટાઘાટોને લઈને તૈયારીઓ ચાલી રહી છે. રિપોટ્સ પ્રમાણે, આ વાટાઘાટોમાં યુદ્ધવિરામની પણ ચર્ચા થવાની છે. જો કે લેબનાન આ વાટાઘાટોનો એક મુખ્ય મુદ્દો બનેલો છે. ઈરાનનો દાવો છે કે તાજેતરમાં થયેલા બે સપ્તાહના યુદ્ધવિરામની સમજૂતીમાં લેબનાન પણ સામેલ હતું. જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકા તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સમજૂતી લેબનાન પર લાગુ થતી નથી.
આ પણ વાંચો : Islamabad Talk: અમેરિકા- ઈરાનની વાતચીત પહેલા Crude Oil માં કડાકો, પેટ્રોલ- ડીઝલ થશે સસ્તા?
Lebanon એ વાટાઘાટોથી અંતર બનાવ્યું
લેબનાનમાં ઈઝરાયલી હુમલાની વધતી અસર વચ્ચે ઈરાને શરૂઆતમાં ઈસ્લામાબાદમાં થનારી શાંતિ માટેની વાટાઘાટોથી ખુદને અલગ રાખ્યું હતું. પરંતુ બાદમાં શુક્રવારે સાંજે ઈઝરાયલ દ્વારા વાતચીતની ઈચ્છા વ્યક્ત કરાયા બાદ સ્થિતિમાં નવો બદલાવ આ્યો અને ઈરાને પણ ભાગીદારી પર સંમતિ દર્શાવી. આ ઘટનાક્રમે પ્રાદેશિક કૂટનીતિમાં નવો વળાંક લાવવાનું કામ કર્યું છે, જ્યાં તમામ પક્ષો તણાવ ઘટાડવાની કોશિશમાં લાગેલા છે.
🎥WATCH: Hezbollah terrorists launched rockets from a school compound in the Tir Zibneh area in southern Lebanon and concealed a launcher within it.
Hezbollah has once again demonstrated its use of civilian infrastructure for military purposes, in violation of international law.… pic.twitter.com/DPBD1GB6OH
— Israel Defense Forces (@IDF) April 10, 2026
આ પણ વાંચો : Islamabad Talk વચ્ચે ટ્રમ્પે મોકલ્યા જંગી જહાજો, 50000 સૈનિકો Iran ને ઘેરવા તૈયાર!
14 એપ્રિલે Israel - Lebanon ની વાટાઘાટો શક્ય
લેબાનાનના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આઉને પુષ્ટિ કરી છે કે ઈઝરાયલ સાથે સીધી વાતચીત 14 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. આ વાતચીત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આનાથી અમેરિકામાં રહેલા બંને દેશોના રાજદૂત અને લેબનાનમાં અમિરકાના રાજદૂત વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીતમાં એ શરતો પર ચર્ચા થઈ, જેના આધારે વોશિંગ્ટનમાં આગાળની વાટાઘાટો થવાની છે. અમેરિકા આ પ્રક્રિયામાં મધ્યસ્થની ભૂમિકા નિભાવી રહ્યું છે અને પ્રયાસ કરાઈ રહ્યો છે કે એક સ્થાયી યુદ્ધવિરામની રૂપરેખા તૈયાર કરી શકાય.
આ પણ વાંચો : "વાટાઘાટો માટે જ જીવતા છોડયા છે" : પાકિસ્તાનમાં વાતચીત વચ્ચે Trump ની Iran ને ધમકી
Israel - Hezbollah સંઘર્ષ અને વધતું સંકટ
લેબનાન પહેલેથી જ ઈઝરાયલ અને હિઝ્બુલ્લાહની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું કેન્દ્ર બનેલું છે. ઈઝરાયલનો દાવો છે કે તાજેતરના યુદ્ધવિરામમાં હિઝબુલ્લાહ અને લેબનાન સામેલ ન હતા.
આ પણ વાંચો : Islamabad US Iran Talk: પાકિસ્તાન પહોંચ્યા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ, આસિમ મુનિરે કર્યું સ્વાગત


