Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Israel : ઈરાનની બેલેસ્ટિક મિસાઈલોને નિષ્ફળ બનાવતી Arrow 4 ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી

ઈઝરાયલે Arrow 3 નું અપડેટેડ વર્ઝન Arrow 4 ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમ ઈરાનની બેલેસ્ટિક મિસાઈલોને નિષ્ફળ બનાવવા સક્ષમ છે. વાંચો વિગતવાર.
israel   ઈરાનની બેલેસ્ટિક મિસાઈલોને નિષ્ફળ બનાવતી arrow 4 ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી
Advertisement
  • ઈઝરાયલે Arrow 4 ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે
  • 'શૂટ-લુક-શૂટ' ઓપરેશનલ થિયરીના આધારે ડિઝાઈન કરાઈ છે
  • Arrow 4 ના આગમન સાથે ઈઝરાયલ સૈન્ય વધુ ઘાતક બનશે

Israel : ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં બેલેસ્ટિક મિસાઈલનો ધૂમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી બંને પક્ષે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી ઈઝરાયલને ઘમરોળ્યું હતું. ઈઝરાયલે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલોને અટકાવવા માટે Arrow 3 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જો કે ઈઝરાયલમાં હજૂ પણ ઈરાનની અનેક બેલેસ્ટિક મિસાઈલ યથાવત સ્થિતિમાં જમીન પર પડેલી જોવા મળી રહી છે. Arrow 3 ડિફેન્સ સિસ્ટમને વધુ કારગત કરવા માટે ઈઝરાયલે Arrow 4 ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે.

'શૂટ-લુક-શૂટ' ડીઝાઈન

ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ બોઝ લેવી (Boz Levi) એ જણાવ્યું છે કે, Arrow 4 ટૂંકા અંતરે વધુ ચોકસાઈ સાથે બેલેસ્ટિક મિસાઈલોને અટકાવવા માટે રચાયેલ છે. એરો-4 સિસ્ટમ 'શૂટ-લુક-શૂટ' ઓપરેશનલ થિયરીના આધારે ડિઝાઈન કરવામાં આવી છે. એટલે કે તે લોન્ચ પછી તેની દિશા સુધારીને લક્ષ્યને વધુ અસરકારક રીતે નષ્ટ કરી શકે છે. તેમાં નવી વોરહેડ ટેકનોલોજી અને સુધારેલી સીકર સિસ્ટમનો સમાવેશ થાય છે, જે તેને હાઈપરસોનિક અને એડવાન્સ્ડ બેલેસ્ટિક મિસાઈલોનો પણ સામનો કરવાની મંજૂરી આપે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Trump ની ધમકીથી નથી ડરતા, 50 દિવસના અલ્ટીમેટમ પર રશિયાનો જડબાતોડ જવાબ

વર્ષ 2021માં પ્રોજેક્ટ શરુ થયો હતો

Arrow 4 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને શક્ય તેટલી વહેલી તકે સેનાને સોંપવામાં આવશે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને Arrow 3 ની જગ્યાએ તૈનાત કરવામાં આવશે. જેથી સૌથી અદ્યતન બેલેસ્ટિક મિસાઈલના ખતરાઓને પણ દૂર કરી શકાય. Arrow 4 ઈઝરાયલ સેનામાં સામેલ કરવાનો પ્રોજેક્ટ વર્ષ 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે Arrow 4 પ્રોજેક્ટની તૈયારીઓ શરુ કરી હતી. Arrow 4 માં હાઈપરસોનિક મિસાઈલોનો નાશ કરવાની ક્ષમતા છે અને મિડ-કોર્સ કરેક્શનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે Arrow 4 ના આગમન સાથે ઈઝરાયલ સૈન્ય વધુ ઘાતક બનશે.

આ પણ વાંચોઃ ન્યૂયોર્કમાં વરસાદે સર્જી તારાજી! સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ

Tags :
Advertisement

.

×