Israel Attack on Gaza: ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો,150 લોકોના મોત
- ઇઝરાયલે ગાઝામાં ફરી એકવા તબાહી
- ઇઝરાયલની ગાઝા પર એરસ્ટ્રાઈક
- 150 લોકોના મોત થઈ ગયા
- 450થી વધુ લોકો ઘાયલ થયા
Israel Attack on Gaza: ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર (Israel Attack)તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા, જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં છેલ્લા બે દિવસોમાં 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, ઘેરાબંધી અને બોમ્બમારા વાળા વિસ્તારમાં ગાઝા પટ્ટી હુમલા ઝડપી થયા છે. આ વચ્ચે હમાસ સીઝફાયર પર વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. હમાસનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 48 શબ ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે 16 શબ નાસેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
છેલ્લા બે દિવસમાં અહીં 300 થી વધુ લોકો માર્યા ગયા
ઇઝરાયલી સેના ગાઝામાં વિનાશ મચાવી રહી છે. આઇડીએફ હમાસને ખતમ કરવાના ઇરાદાથી સતત હુમલો કરી રહ્યું છે. શનિવારે પણ એક મોટો હુમલો થયો હતો, જેમાં 150 લોકો માર્યા ગયા છે. 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા બે દિવસમાં અહીં 300 થી વધુ લોકો માર્યા ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીના ઘેરાબંધી અને બોમ્બમારા વિસ્તારમાં હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. દરમિયાન હમાસે યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા સંમતિ આપી છે.
આ પણ વાંચો -US Tornado: અમેરિકામાં ભીષણ વાવાઝોડાથી તબાહી, 21 લોકોના મોત
યુદ્ધ સમાપ્ત કર્યા વિના વાતચીત કરવાનો ઇનકાર કર્યો
શનિવારે કતારમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે હમાસે યુદ્ધ સમાપ્ત કર્યા વિના વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મોટા પાયે હવાઈ હુમલાઓ પછી હમાસના પ્રતિનિધિઓ ચર્ચા કરવા સંમત થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલના તાજેતરના બોમ્બમારામા મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી થયેલા હુમલાઓમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.
આ પણ વાંચો -COVID-19 cases :કોરોનાના નવા વેરિએન્ટે હોંગકોંગ અને સિંગાપોરમાં મચાવી તબાહી
24 કલાકમાં ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર વિનાશ વેર્યો
24 કલાકમાં ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર વિનાશ વેર્યો છે. શનિવારે રાત્રે ગાઝાના દિર-અલ-બલાહમાં એક મોટો હવાઈ હુમલો થયો. આ હુમલાઓમાં એક અસ્થાયી કેમ્પને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં તે લોકો માર્યા ગયા જેઓ અન્ય સ્થળોએથી સ્થળાંતર કરીને દિર-અલ-બલાહમાં આ તંબુ કેમ્પમાં પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ છે. શુક્રવારે પણ આઇડીએફએ હવાઈ હુમલો કર્યો અને હમાસના ઠેકાણાઓનો નાશ કર્યો.