ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

israel attack Syria : ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું!

israel attack Syria : ઇઝરાયલે સીરિયાના સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર (Syria army headquarters)પર હુમલો કર્યો છે. આ હુમલો ડ્રોન અને બોમ્બનો(Bashar Al-Assad) ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. ઇઝરાયલના આ હુમલાને કારણે રાજધાની દમાસ્કસમાં ધુમાડાના ગોટા જોવા મહ્યા છે. ઇઝરાયલે...
06:35 PM Jul 16, 2025 IST | Hiren Dave
israel attack Syria : ઇઝરાયલે સીરિયાના સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર (Syria army headquarters)પર હુમલો કર્યો છે. આ હુમલો ડ્રોન અને બોમ્બનો(Bashar Al-Assad) ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. ઇઝરાયલના આ હુમલાને કારણે રાજધાની દમાસ્કસમાં ધુમાડાના ગોટા જોવા મહ્યા છે. ઇઝરાયલે...
Syria army headquarters

israel attack Syria : ઇઝરાયલે સીરિયાના સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર (Syria army headquarters)પર હુમલો કર્યો છે. આ હુમલો ડ્રોન અને બોમ્બનો(Bashar Al-Assad) ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. ઇઝરાયલના આ હુમલાને કારણે રાજધાની દમાસ્કસમાં ધુમાડાના ગોટા જોવા મહ્યા છે. ઇઝરાયલે હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પ્રતીકાત્મક રીતે 2 ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.

IDF એ ડ્રુઝ પરના હુમલાનો બદલો લીધો

મળતી માહિતી અનુસાર  IDF એ ડ્રુઝ પરના હુમલાનો બદલો લીધો છે. IDF સૈનિકોએ રાજધાની દમાસ્કસમાં સેનાના મુખ્યાલય અને સંરક્ષણ મંત્રાલય પર સીધો હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં બંને ઇમારતો નાશ પામી છે.

આ પણ  વાંચો -New York : મેનહટ્ટન, બ્રુકલિનમાં પૂરની સ્થિતિ સર્જાઈ, ઈમરજન્સી સિચ્યૂએશન જાહેર કરાઈ

યુદ્ધનું સ્થાન બદલાયું

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇઝરાયલે જે રીતે ડ્રોન હુમલા કર્યા તેનાથી પ્રશ્નો ઉભા થયા છે કે શું હવે યુદ્ધનું સ્થાન બદલાયું છે. મંગળવારે (15 જુલાઈ) ઇઝરાયલ અને સીરિયા ડ્રુઝ મુદ્દા પર એક કરાર પર પહોંચ્યા હતા, પરંતુ 24 કલાકની અંદર ઇઝરાયલે હુમલો કર્યો છે.સીરિયાના સેનાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી ડ્રોન દ્વારા દમાસ્કસના ઉમૈયાદ સ્ક્વેર નજીક હુમલો કરવામાં આવ્યો છે. હુમલાને કારણે સીરિયાને થયેલા નુકસાનનું હજુ સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો માર્યા ગયા છે.

આ પણ  વાંચો -રશિયા મુદ્દે NATO ચીફ માર્ક રૂટે ચીન-બ્રાઝિલ અને ભારતને આપી ધમકી

દમાસ્કસ પર હુમલો થયો ત્યારે નેતન્યાહૂ કોર્ટમાં હતા

ઇઝરાયલી મીડિયા અનુસાર, જ્યારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના સૈનિકો દમાસ્કસ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ તેલ અવીવની એક કોર્ટમાં હતા. નેતન્યાહૂ કતારગેટ કેસમાં સાબિતી આપવા માટે કોર્ટમાં આવ્યા હતા.

Tags :
Bashar Al-AssadDamascusHezbollahisrael attack SyriaSyria army headquartersSyrian rebel group
Next Article