Israel Gaza war: હમાસ વિરુદ્ધ હવે ગાઝાના લોકોનો જ 'હલ્લાબોલ',જાણો શું છે કારણ
- ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર
- હમાસ વિરૂદ્ધ ગાઝામાં પેલેસ્ટિનિયનોની રેલી
- પેલેસ્ટિનિયન બોલ્યા ન હમાસ જોઈએ, ન યુદ્ધ
- શાંતિથી જીવવા ઈચ્છીએ છીએ તેવી નારેબાજી
Israel Gaza war : પહેલી વાર ગાઝાના લોકોએ હમાસ વિરુદ્ધ (Israel Gaza war)એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કર્યું છે. ગાઝાના (Gaza) લાખો લોકો હમાસ વિરુદ્ધ નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયલ-હમાસના નેતૃત્વ હેઠળના ગાઝા યુદ્ધવિરામ ભંગ થયા પછી,ઇઝરાયલી સેના લગભગ 10 દિવસથી ઉત્તર અને દક્ષિણ ગાઝા પર ભારે બોમ્બમારો કરી રહી છે.આમાં સેંકડો લોકો માર્યા ગયા છે.આવી સ્થિતિમાં પહેલીવાર,ગાઝાના લોકો યુદ્ધ અને હમાસ બંનેનો વિરોધ કરવા માટે પોસ્ટર (Protest)અને બેનરો સાથે મેદાનમાં ઉતર્યા છે.
ગાઝાના લોકો કહે છે કે અમે ન તો યુદ્ધ ઇચ્છીએ છીએ કે ન તો હમાસ... મોટી સંખ્યામાં ગાઝાવાસીઓ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ નારા લગાવીને વિરોધ કરી રહ્યા છે. ગાઝામાં હમાસ સામેનો આ બળવો એક વીડિયોમાં જોઈ શકાય છે. નવા ફૂટેજમાં ગાઝાના બેટ લાહિયામાં વિશાળ વિરોધીઓ યુદ્ધનો અંત, હમાસ શાસનનો અંત અને ગાઝા પટ્ટીમાંથી હમાસ આતંકવાદીઓને પાછા ખેંચવાની માંગણી કરતા દેખાય છે.
આ પણ વાંચો -દક્ષિણ કોરિયાના જંગલમાં ભીષણ આગ! 43 હજાર એકર જમીન બળીને ખાખ
હમાસે વિરોધીઓને દબાવી દીધા
પેલેસ્ટિનિયનો સફેદ ઝંડા લહેરાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેમણે યુદ્ધ અને હમાસ શાસન બંનેનો અંત લાવવાની માંગ શરૂ કરી. ગાઝાના લોકોએ હમાસ તેમજ અલ-જઝીરા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.ભીડે નારા લગાવ્યા લોકો યુદ્ધ ઇચ્છતા નથી, લોકો હમાસ ઇચ્છતા નથી." હમાસે, હંમેશની જેમ, વિરોધીઓને દબાવીને પ્રતિક્રિયા આપી. હમાસે બળજબરીથી વિરોધીઓને ત્યાંથી દૂર કર્યા. પરંતુ કેટલાક લોકોએ પથ્થરમારો કરીને વિરોધ કર્યો.
આ પણ વાંચો -સ્વયંભૂ Nithyananda એ શિષ્યો સાથે મળી આ દેશની 4.8 લાખ હેક્ટર જમીન હડપી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ કેમ થયું?
ગાઝા અને પશ્ચિમ કાંઠાને લઈને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે.પરંતુ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું તાજેતરનું કારણ 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલો હતો.આ હુમલામાં 1200 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને હમાસે 238 લોકોને બંધક બનાવ્યા હતા.ત્યારબાદ ઇઝરાયલી સેનાએ હમાસ સામે વળતો હુમલો શરૂ કર્યો. ત્યારથી, ગાઝામાં 50 હજારથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.આમાં હમાસના ટોચના નેતાઓ ઇસ્માઇલ હમાનિયા અને યાહ્યા સિનવાર સહિત તેના અન્ય કમાન્ડરો અને હજારો આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યુદ્ધવિરામ કરાર થયો હતો,પરંતુ બંધકોની મુક્તિને લઈને માર્ચના પહેલા અઠવાડિયામાં આ કરાર તૂટી ગયો. આ પછી ઇઝરાયલી સેનાએ ફરીથી ગાઝા પર હુમલો શરૂ કરી દીધો છે.