Israel Hezbollah War: ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર મોહમ્મદ અલી જામૌલને ઠાર!
- ઇઝરાયલી સેનાને લેબનો નમાં વધુ એક મોટી સફળતા
- ઇઝરાયલી સેના હવાઈ હુમલામાં ટોચના કમાન્ડરને ઠાર
- ઇઝરાયલ પર ઘણા હુમલાઓ માટે જવાબદાર હતો
Israel Hezbollah War: ઇઝરાયલી સેનાને લેબનો(Lebanon)નમાં વધુ એક મોટી સફળતા મળી છે. ઇઝરાયલી સેના (IDF) એ હવાઈ હુમલામાં (Airstrikes)હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાખ્યો છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપતા, IDF એ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ કમાન્ડર મોહમ્મદ અલી જામૌલને મારી નાખ્યો છે. IDF અનુસાર, જામૌલ દક્ષિણ લેબનોનના ડેર અલ-ઝહરાની ક્ષેત્રમાં હિઝબુલ્લાહના રોકેટ એરેના શાકીફ વિસ્તારનો કમાન્ડર હતો.
તે ઇઝરાયલ પર ઘણા હુમલાઓ માટે જવાબદાર હતો
IDF હુમલામાં માર્યા ગયેલા મોર્ટાર કમાન્ડર મોહમ્મદ અલી જામૌલ, સમગ્ર યુદ્ધ દરમિયાન ઇઝરાયલી નાગરિકો અને IDF સૈનિકો પર ઘણા રોકેટ હુમલાઓ માટે જવાબદાર હતો. હાલમાં, તે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના માળખાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસોમાં સામેલ હતો. IDF એ કહ્યું કે મોહમ્મદ અલી જામૌલની પ્રવૃત્તિઓ ઇઝરાયલ અને લેબનોન વચ્ચેના કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. IDF ઇઝરાયલ સામે ઉભા થયેલા કોઈપણ ખતરાને દૂર કરવા માટે આ રીતે આતંકવાદીઓને ખતમ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.
🔴 ELIMINATED: Mohammad Ali Jamoul, the Shaqif region commander of Hezbollah's rocket array in the area of Deir al-Zahrani in southern Lebanon, was eliminated by the IDF.
Throughout the war, Jamoul advanced numerous projectile attacks toward Israeli civilians and IDF troops,… pic.twitter.com/wjD81c4bDe
— Israel Defense Forces (@IDF) May 31, 2025
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ કેમ શરૂ થયું?
હિઝબુલ્લાહે હમાસના સમર્થનમાં ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું હતું.7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઇઝરાયલી સેનાએ ગાઝા પર મોટો હુમલો કર્યો હતો. ગાઝામાં અત્યાર સુધીમાં 53 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હિઝબુલ્લા ગાઝા પરના હુમલાનો વિરોધ કરી રહ્યું હતું. તેથી તેણે ઇઝરાયલ પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું.આ પછી ઇઝરાયલે હિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરાલ્લાહને મારી નાખ્યો. ઉપરાંત, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના તમામ કમાન્ડ સેન્ટરો તોડી પાડવામાં આવ્યા હતા. આમાં સેંકડો હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ એક ઈરાન સમર્થિત લેબનીઝ શિયા આતંકવાદી સંગઠન છે.