Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ
. US-Israel એ Iran માં 30 મહત્ત્વપૂર્ણ ઠેકાણાને નિશાન બનાવ્યા
. ખોમેનેઈના નિવાસસ્થાન, ગુપ્તચર એજન્સી અને સૈનિક સ્થાનો પર કર્યા હુમલા
. ખાડીમાં યુદ્ધને કારણે વિશ્વમાં ઊર્જા સંકટની શક્યતાઓને લઈને ચિંતા
Israel-Iran War: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. અમેરિકાએ હવાઈ અને સમુદ્રી એમ બંને માર્ગે ઈરાન પર હુમલા કર્યા છે. અમેરિકા અને ઈઝરાયલે રાષ્ટ્રપતિભવન, ગુપ્તચર એજન્સી અને સૈનિક સ્થાન સહીત 30 ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યુ છે કે અમે કોઈપણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ સંપન્ન દેશ બનવા નહીં દઈએ. આ દરમિયાન ઈરાને પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે. આ હુમલો ધીરેધીરે હવે યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે, ભારત સહીતના વિશ્વના તમામ દેશો માટે આનાથી ટેન્શન પેદા થઈ ગયું છે. ખાસ કરીને ખનીજતેલની આયાત સંબંધિત મહત્ત્વપૂર્ણ પડકારો પેદા થઈ શકે છે.
આ યુદ્ધથી ખનીજતેલની કિંમતોમાં મોટો વધારો થવાની શક્યતાઓ છે. તેની સાથે જ સપ્લાઈ ચેનમાં પણ અડચણ આવી શકે છે, કારણ કે દુનિયાનું 40 ટકાથી વધુ ખનીજતેલ હોર્મુજની ખાડી (Strait of Hormuz) ના જળમાર્ગેથી આવે છે. આ દુનિયાનો સૌથી વ્યસ્ત ખનીજતેલની નિકાસનો માર્ગ છે અને આ ઈરાનનો જળ વિસ્તાર છે. ભારત-ચીન સહીત દુનિયાના મોટાભાગના દેશ આ માર્ગેથી ખનીજતેલની આયાત કરે છે. આ માર્ગ ખાડી દેશોના ખનીજતેલના નિકાસકારોને વૈશ્વિક બજાર સાથે જોડે છે.
જો ઈરાન તેને બંધ કરે છે, તો દુનિયાનું મોટાભાગનું ખનીજતેલ બાધિત થઈ શકે છે. જેનાથી વિશ્વની ઈકોનોમી પર તેની મોટી વિપરીત અસરો પડી શકે છે. આ સિવાય ખનીજતેલની વધતી કિંમતો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર નાખનાર મોંઘવારીમાં વધારો કરી શકે છે. આવો જાણીએ, કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખનીજતેલની કિંમતોમાં વધારો આ મુસીબતોને વધારનારો સાબિત થઈ શકે છે?
આ પણ વાંચો : આખી સેનાની જેમ તબાહી મચાવનારા USS અબ્રાહમ લિંકનથી US-Isreal નો Iran પર હુમલો
ભારત 50 ટકાથી વધારે ખનીજતેલની આયાત કરે છે?
મીડિયા અહેવાલ મુજબ, કમોડિટી ટ્રેકિંગ ફર્મ કેપ્લરના આંકડાથી જાણકારી મળે છે કે ખનીજતેલની કુલ આયાતમાં ભારતની નિર્ભરતા હોર્મુઝ ચેકપોઈન્ટ પર વધીને 50 ટકા થઈ ચુકી છે અને તાજેતરના મહિનાઓમાં તેમાં વધારો થયો છે. ભારતે આ વર્ષે 24 ફેબ્રુઆરી સુધીમાં ખાડી દેશોમાંથી લગભગ 2.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ (MBPD) ખનીજતેલની આયાત કરી છે, જે એ જણાવે છે કે ખાડી દેશોથી કેટલા મોટા પ્રમાણમાં ભારતમાં ખનીજતેલની આયાત થઈ રહી છે.
હોર્મુઝનો માર્ગ ભારત માટે છે કેટલો મહત્ત્વપૂર્ણ?
એક્સપર્ટ્સ મુજબ, હોર્મુઝની ખાડી સૌથી સંવેદનશીલ ચેકપોઈન્ટ છે. આ સાંકડા કોરિડોરથી આખી દુનિયામાં લગભગ 20 ટકા ખનીજતેલ પસાર થાય છે. અહીં ખનીજતેલનો પ્રવાહ મુખ્યત્ત્વે ખાડીના ક્રૂડ ઓઈલ ઉપ્તાદક દેશો સાઉદી અરેબિયા, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને કતરથી આવે છે. આ ક્રૂડ ઓઈલ ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મુખ્ય એશિયન માર્કેટ્સમાં આવે છે, જે લગભગ 40 ટકા છે.
🌍 The Strait of Hormuz
The World’s Most Critical Oil Chokepoint
20% of global oil trade moves through this narrow corridor.
Recent flows:
• 14–16 mb/d crude
• 5–6 mb/d productsThere are pipelines that bypass it.
But not enough to fully offset a disruption.
A full… pic.twitter.com/N9YZGfY4Po
— Jack Prandelli (@jackprandelli) February 25, 2026
આ પણ વાંચો : US Israel Iran War: ઈરાનની મિસાઈલો માટીમાં મિલાવીશું, સરન્ડર કરે IRGC, ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા
ભારત પર વધશે બોજ?
અમેરિકા ખાતે ઊર્જા સૂચના પ્રશાસન (EIA) મુજબ, 2024માં હોર્મુજની ખાડીથી પસાર થનારા તમામ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો 69 ટકા ભાગ આ માર્ગેથી આવે છે.
રિપોર્ટ્સ મુજબ, હોર્મુઝમાં કોઈપણ પ્રકારની અડચણથી ખનીજતેલની સપ્લાઈમાં ઘટાડો, માલની હેરફેર અને વીમાની લાગતમાં વધારો થશે.
આનાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાતની પડતર વધી શકે છે.
એક્સપર્ટ્સની વાત માનીએ તો ભારત ખનીજતેલની જરૂરિયાતના લગભગ 85થી 90 ટકાની આયાત કરે છે. તેવામાં કોઈપણ પ્રકારની અડચણ ભારત માટે પડતરને વધારનારી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક
ભારત ઘણાં દેશોમાંથી કરે છે ખનીજતેલની આયાત
વેસબાઈટ વિઝ્યુઅલ કેપિટલિસ્ટ પ્રમાણે, ભારતે કેટલાક વર્ષોમાં પોતાના ખનીજતેલની આપૂર્તિમાં વિવિધતા લાવવાનું કામ કર્યું છે. ભારત હવે પોતાનું ક્રૂડ ઓઈલ રશિયા, ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકા, અમેરિકા, કુવૈત, મધ્ય-પૂર્વના બાકીના દેશો મેક્સિકો, યૂરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા-પેસિફિક અને કેનેડાથી મંગાવી રહ્યું છે.
આ પણ વાંચો: Geopolitics 2026: વૈશ્વિક જંગલરાજના સરતાજ બનવાની Trump ની મહત્વકાંક્ષામાં પંક્ચર પાડશે અમેરિકાનો 'ભસ્માસુર'!


