Israel-Iran War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે!
- ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ
- અમેરિકાએ પણ ઈરાને ચેતવણી આપી
- અમેરિકન દૂતાવાસને એલર્ટ જાહેર કર્યું
- અમેરિકએ યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં રવાના કર્યા
Israel-Iran War : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ શરુ થઈ ગયું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલો અને બોમ્બ ઝીંકી રહ્યા છે. યુદ્ધમાં ઈરાનને ભયંકર નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજીતરફ અમેરિકાએ પણ ઈરાને ચેતવણી આપી સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈને સરેન્ડર કરવા કહ્યું છે, તો ઈરાને પણ અમેરિકાને વચ્ચે ન પડવાની સલાહ આપી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ મધ્ય-પૂર્વની સ્થિતિને ધ્યાને રાખી ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં રવાના કર્યા છે.
અમેરિકન દૂતાવાસને અલર્ટ
અમેરિકન વિદેશ વિભાગે ઈઝરાયેલના અમેરિકન દૂતાવાસને એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાંથી રાજદ્વારીઓ અને તેમના પરિવારને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાન પર હુમલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ અમેરિકન ફાઈટર પ્લેનો અને યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકા સેન્ટ્રલ કમાન્ડ સંચાલન ક્ષેત્રમાં વધુ સુરક્ષા દળો તહેનાત કરી દીધા છે.
આ પણ વાંચો -Russia-China Relations : પુતિન અને શી જિનપિંગે ફોન પર કરી વાતચીત,જાણો શું વાત થઈ
ઈઝરાયલની બીર્શેબા હોસ્પિટલ પર હુમલો
ઈઝરાયલ ઈરાનની રાજધાની તહેરાનને નિશાન બનાવ્યું રહ્યું તો ઈરાન પણ તેના અનેક ઠેકાણો પર સતત હુમલાઓ કરી રહ્યા છે. ઈરાને મધ્ય ઈઝરાયલની બીર્શેબા હોસ્પિટલ પર હુમલો કરતાં ઈઝરાયલ ભડક્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાન વિરૂદ્ધ ઉગ્ર મોરચો છેડતાં તેના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કાટ્ઝનું આ નિવેદન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના બદલો લેવાના વચનની થોડી ક્ષણો બાદ આવ્યું છે. ઈઝરાયલના સ્થાનિક મીડિયા અનુસાર, ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે કહ્યું છે કે, હોસ્પિટલ પર હુમલા માટે ખામેનેઈ જવાબદાર છે. આથી હવે અમે સીધા તેમને જ ટાર્ગેટ કરીશું. આ યુદ્ધ એક અપરાધ છે, અને તેની સજા ખામનેઈને મળશે.
આ પણ વાંચો-IRAN-ISRAEL CONFLICT : ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર સૌથી મોટો હુમલો
ખામેનેઈ ભૂર્ગભમાં ઉતર્યા
ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ઈઝરાયલના હુમલાને ધ્યાનમાં લેતાં અલી ખામેનેઈ આખા પરિવાર સાથે તહેરાનના લાવિજાન બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. આ બંકર ન્યૂક્લિયર સાઈટની નજીક છે. બંકરની પાસે ઈરાન આર્મીનું મથક પણ છે. ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર છે. સેનાની કમાન તેમની પાસે છે. ઈઝરાયલના હુમલાના વિરોધમાં ખામેનેઈએ ખુલ્લેઆમ ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી હતી કે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.