Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મિડલ ઈસ્ટમાં વધુ એક મોટા જંગના એંધાણ! ઇઝરાયલી સેના ઈરાનના પરમાણુ સ્થળો પર મોટા હુમલાની તૈયારીમાં

મધ્ય પૂર્વમાં ફરી એકવાર સંઘર્ષના એંધાણ મળતા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાને મળેલી ગુપ્તચર માહિતી મુજબ ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થાનો પર હુમલાની તૈયારીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ શાંતિ સમજૂતી માટે વાતચીત પણ ચાલી રહી છે, જેમાં આંતરિક મતભેદો અને રાજકીય વલણો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
મિડલ ઈસ્ટમાં વધુ એક મોટા જંગના એંધાણ  ઇઝરાયલી સેના ઈરાનના પરમાણુ સ્થળો પર મોટા હુમલાની તૈયારીમાં
Advertisement
  • મિડલ ઈસ્ટમાં વધુ એક મોટા જંગના એંધાણ!
  • ઈરાનના પરમાણુ ઠેકાણાં પર હુમલાની તૈયારી
  • ઈઝરાયલ હુમલો કરવાનો ઘડી રહ્યું છે પ્લાન
  • અમેરિકાને મળેલા ગુપ્તચર ઈનપુટમાં મોટો ધડાકો
  • ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહી છે વાટાઘાટો
  • ટ્રમ્પ પ્રશાસન કૂટનીતિક સમજૂતી માટે પ્રયાસરત
  • ઈરાન યૂરેનિયમ ન હટાવે તો હુમલો શક્ય!

Israel Iran War : અમેરિકાને મળેલી ગુપ્તચર માહિતી પરથી સંકેત મળ્યો છે કે મધ્ય પૂર્વ (Middle East) માં એક મોટા સંઘર્ષની શક્યતાઓ ઊભી થઈ રહી છે, કારણ કે ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો (Iran's nuclear sites) પર હુમલાની તૈયારીમાં હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. જોકે આ મુદ્દે અમેરિકી સરકારની અંદર મતભેદ જોવા મળે છે — ક્યાંક તે સંભવિત હુમલા અંગે આશંકિત છે તો ક્યાંક હજુ અનિશ્ચિતતા છે. પ્રાપ્ત જાણકારીઓ અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને નવી સમજૂતી માટે કૂટનીતિક વાતચીત ચાલી રહી છે. જો ઈરાન તમામ યૂરેનિયમ ન હટાવે તો સૈન્ય કાર્યવાહી શક્ય બને તેવા સંકેતો છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે કૂટીનીતિક શાંતિ સમજૂતીને મહત્વ આપે છે, ન કે ઈઝરાયલ સાથે મળીને એવી સૈન્ય કાર્યવાહી કરવા કે જેના પરિણામે ઈરાનને ઊંડું નુકસાન થાય. જોકે અમુક ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલનું વલણ ટ્રમ્પની શાંતિપ્રિય દૃષ્ટિથી વિભિન્ન હોઈ શકે છે.

ઈઝરાયલ હુમલો કરવાનો ઘડી રહ્યું છે પ્લાન

વૈશ્વિક રાજકીય સ્થિતિ એકવાર ફરી પરમાણુ યુદ્ધના ભયંકર ખતરાની નજીક પહોંચી રહી છે. તાજેતરના એક CNN અહેવાલમાં US ગુપ્તચર એજન્સીઓના હવાલે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલો પહેલાંથી જ થવાનો હતો, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, ઇઝરાયલે હુમલાનો અંતિમ નિર્ણય લીધો છે કે નહીં તે હજુ અસ્પષ્ટ છે, પરંતુ યુએસ અધિકારીઓનું માનવું છે કે ઇરાન પરનો ખતરો સતત વધી રહ્યો છે. આ સ્થિતિ મધ્ય પૂર્વમાં તણાવ વધારી શકે છે અને વૈશ્વિક શાંતિ માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.

Advertisement

ઇઝરાયલની લશ્કરી તૈયારીઓ

CNNના અહેવાલ મુજબ, યુએસ ગુપ્તચર એજન્સીઓએ ઇઝરાયલની લશ્કરી ગતિવિધિઓમાં વધારો જોયો છે. ઇઝરાયેલી વાયુસેનાએ મોટા પાયે હવાઈ કવાયતો હાથ ધરી છે અને શસ્ત્રોની જમાવટને તીવ્ર બનાવી છે. આમાં હવાઈ હથિયારોની હેરફેર અને લશ્કરી કવાયતોનો સમાવેશ થાય છે. કેટલાક યુએસ અધિકારીઓનું માનવું છે કે આ ફક્ત ઇરાનને તેના પરમાણુ કાર્યક્રમથી પીછેહઠ કરવા દબાણ કરવાની રણનીતિ હોઈ શકે છે. જોકે, વરિષ્ઠ સૂત્રોનો દાવો છે કે જો યુએસ-ઇરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જશે, તો ઇઝરાયલ પરમાણુ સ્થળો પર હુમલો કરવા માટે તૈયાર છે. આવો હુમલો મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષને વેગ આપી શકે છે.

Advertisement

ટ્રમ્પનું 60 દિવસનું અલ્ટીમેટમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2025માં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીને એક પત્ર લખીને 60 દિવસની સમયમર્યાદા આપી હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઇરાન નમતું નહીં વળે તો, લશ્કરી કાર્યવાહી અનિવાર્ય છે. એક પશ્ચિમી રાજદ્વારીના જણાવ્યા મુજબ, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે વાટાઘાટો માટે હવે ફક્ત થોડા અઠવાડિયાં બાકી છે, અને જો કોઈ સમજૂતી ન થઈ તો અમેરિકા સીધી લશ્કરી કાર્યવાહીનો વિચાર કરશે. જોકે, અમેરિકાનું સત્તાવાર વલણ હજુ પણ રાજદ્વારી માર્ગે સમાધાન શોધવાનું છે, જેનું નેતૃત્વ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ કરી રહ્યા છે.

ઇરાનની નબળી સ્થિતિ અને અડગ વલણ

ઓક્ટોબર 2024માં ઇઝરાયલે ઇરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને મિસાઇલ ઉત્પાદન એકમો પર હુમલો કર્યો હતો, જેનાથી ઇરાનની લશ્કરી ક્ષમતાઓને નોંધપાત્ર નુકસાન થયું. આ ઉપરાંત, યુએસના આર્થિક પ્રતિબંધો અને ઇરાનના સાથી દેશોની નબળી સ્થિતિએ પણ તેની શક્તિને અસર કરી છે. છતાં, ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ 20 મે, 2025ના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાની શરતો "મોટી ભૂલ" છે અને ઈરાન યુરેનિયમ સમૃદ્ધ કરવાનો પોતાનો અધિકાર છોડશે નહીં - જે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ અપ્રસાર સંધિ દ્વારા સુરક્ષિત છે.

આ પણ વાંચો :  Putin-Trump વચ્ચે 2 કલાક ફોન પર વાતચીત થઈ, રશિયા-યુક્રેન વચ્ચે થઈ શકે છે સીઝફાયર

Tags :
Advertisement

.

×