Israel Iran War :ઇઝરાયલના મોસાદ હેડક્વાર્ટર પર ઈરાનનો સૌથી મોટો હુમલો!
- ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધ્યા
- ઇઝરાયલના મોસાદ હેડક્વાર્ટર પર હુમલો
- મિસાઇલ પડવાનો VIDEO જાહેર કર્યો
- યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવોIsrael-Iran Attacks: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રોકી શકાયુ નથી. આ વચ્ચે ચીન અને અમેરિકાની એન્ટ્રી થઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનના લોકોને શહેર ખાલી કરવા કહ્યું છે. બીજી તરફ ચીને કહ્યું કે બન્ને દેશો સાથે વાતચીત કરી છે.
ઇરાનનો મોસાદના હેડક્વાર્ટર પર હુમલાનો પ્રયાસ
ઇઝરાયેલી સેના દ્વારા ઇરાનના આર્મી ચીફને મારવાના દાવા બાદ ઇરાન તરફથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ઇરાનના ઓબ્ઝર્વર અનુસાર ઇરાનની સેનાએ ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદના ( Mossad )હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે.આ હુમલાનો વીડિયો પણ જાહેર કરાયો છે. ઇરાન ઓબ્ઝર્વરે પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની જાસુસી એજન્સી પર સ્પષ્ટ હુમલાનો આ વીડિયો છે જેમાં બે, ત્રણ બિલ્ડિંગ પરથી હુમલા બાદ કાળો ધુમાડો જોવા મળી રહ્યો છે.
રાને ઇઝરાયેલમાં ચાર જગ્યાએ છોડી મિસાઇલ
ઇરાને ફરી એક વખત ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇરાને ચાર જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો છે. ઇરાનના હુમલાની ઇઝરાયેલના હર્જલિયામાં એક આઠ માળની બિલ્ડિંગને નુકસાન થયું હતું જ્યારે એક ખાલી બસમાં આગ લાગી હતી.
ઈઝરાયલના મૌનને કારણે દુનિયામાં ભયનો માહોલ
આ હુમલા પર ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો મોસાદ પર હુમલો સફળ થાય છે, તો તે ઈઝરાયલની ગુપ્તચર ક્ષમતાઓ માટે મોટો ફટકો હોઈ શકે છે. અમેરિકા અને યુરોપિયન દેશો આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઘણા દેશોએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.
A CLEAR FOOTAGE OF STRIKES ON ISRAELI INTELLIGENCE AGENCY ASSETS pic.twitter.com/pbZMGppGEK
— Iran Observer (@IranObserver0) June 17, 2025
યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર છે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ હવે ફક્ત મર્યાદિત લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ તે ગુપ્તચર એજન્સીઓ અને રાજધાની શહેરો પર કેન્દ્રિત યુદ્ધ બની ગયું છે. નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિને નિયંત્રણમાં નહીં લાવવામાં આવે તો આ સંઘર્ષ એક વ્યાપક પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે, જેમાં અમેરિકા, રશિયા અને અન્ય ઘણા દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા ભજવી શકે છે.
ઇરાને સીઝ ફાયર માટે સંપર્ક કર્યો નથી- ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને સીઝ ફાયરને લઇને ઇરાનનો સંપર્ક કર્યો નથી. ટ્રમ્પે કહ્યું કે, જો ઇરાને વાત કરવી છે તો મારો સંપર્ક કરવો જોઇએ. સીઝ ફાયરને લઇને જે ડિલ હતી તેને ઇરાને સ્વીકારવી જોઇએ તેનાથી કેટલાક જીવ બચી શકતા હતા.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે વાતચીત માટે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને પોતાના મિડલ ઇસ્ટના રાજદૂત સ્ટીવ વિટકૉફને મોકલી શકે છે.