Israel Iran War : ઈરાનના સુપ્રીમ લીડરે ખામેનીએ કહ્યું, અમેરિકાના મોઢે તમાચો..!
- ઈરાનના સુપ્રીમ લીડરએ દેશના લોકોન સંબોધિત કર્યા
- ઈરાનના લોકોને વિજય માટે અભિનંદન આપ્યા
Israel Iran War : ઈરાન-ઈઝરાયલ (Israel Iran War) યુદ્ધમાં યુદ્ધવિરામ બાદ ઈરાનના સુપ્રીમ લીડરએ પહેલીવાર દેશના લોકોને સંબોધિત કર્યા છે.તેમણે પોતાના સંબોધનમાં ઈરાનના લોકોને વિજય માટે અભિનંદન આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાને ઝાયોનિસ્ટ દુશ્મનનો ખાત્મો કર્યો છે.આ સંદેશ પહેલા,એક ન્યૂઝ અહેવાલમાં ઈરાની અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળોએ ઈઝરાયલી અને અમેરિકન હુમલાઓથી બચવા માટે ખામેનીને તેહરાન(Ayatollah Ali Khamenei)ના એક સુરક્ષિત બંકરમાં લઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે ખામેનીએ બંકરમાંથી આ સંદેશ આપ્યો હશે
ઈરાન કર્યો જીતનો દાવો
24 જૂનના રોજ, સુપ્રીમ લીડરએ કહ્યું,જે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારનાર રાષ્ટ્ર નથી." આ ટ્રમ્પની ધમકીનો જવાબ હતો કે ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું,આ બધા હંગામા અને દાવાઓને કારણે, ઝાયોનિસ્ટ શાસન વ્યવહારીક રીતે ઉથલાવી દેવામાં આવ્યું અને ઇસ્લામિક રિપબ્લિકના ફટકા હેઠળ કચડી નાખવામાં આવ્યું.
આ પણ વાંચો -શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી કહ્યું નમસ્કાર, પહેલો વીડિયો આવ્યો સામે
ઇઝરાયલની હારના ડરથી અમેરિકા યુદ્ધમાં કૂદી પડ્યું
આયતુલ્લાહ અલી ખામેનીએ દાવો કર્યો છે કે અમેરિકા યુદ્ધમાં એટલા માટે ઉતર્યું કારણ કે તેને લાગ્યું કે જો તે આમ નહીં કરે તો ઇઝરાયલ સંપૂર્ણપણે ખાત્મો થયો છે. જોકે,આ યુદ્ધથી તેને કંઈ મળ્યું નહીં. ખામેનીએ વધુમાં કહ્યું કે અહીં પણ ઇસ્લામિક રિપબ્લિક વિજયી બન્યું અને બદલામાં તેણે અમેરિકાના મોઢા પર જોરદાર થપ્પડ માર્યો.
આ પણ વાંચો -SCO SUMMIT : રક્ષામંત્રી રાજનાથ સિંહએ 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો
ઈરાન હુમલો કરવા માટે તૈયાર છે
તે જ સમયે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન હુમલા માટે તૈયાર છે. ઈરાનને હજુ પણ તેના લશ્કરી અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલાનો ભય છે. ઈરાનના લશ્કરી અધિકારીઓ પહેલાથી જ કહી ચૂક્યા છે કે જો બીજો હુમલો થાય છે, તો અમે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે કેટલાક પશ્ચિમી મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી અને તે તેને ફરીથી શરૂ કરી શકે છે. તે જ સમયે, કેટલાક ઇઝરાયલી અધિકારીઓએ એવા સંદેશા પણ આપ્યા છે કે તેઓ ફરીથી ઈરાન પર હુમલો કરી શકે છે.