Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Iran War : ઈઝરાયલે મોટી ભૂલ કરી, તેની સજા મળશે:ઈરાન

ઇરાને અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે અમેરિકા સમજી લે,અમે આત્મસમર્પણ નહીં કરીએ ઇરાને ઈઝરાયલને આપી ધમકી Israel Iran War: ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Israel Iran War)ઈરાનના 86 વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા...
israel iran war   ઈઝરાયલે મોટી ભૂલ કરી  તેની સજા મળશે ઈરાન
Advertisement
  • ઇરાને અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત
  • ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે
  • અમેરિકા સમજી લે,અમે આત્મસમર્પણ નહીં કરીએ
  • ઇરાને ઈઝરાયલને આપી ધમકી

Israel Iran War: ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે (Israel Iran War)ઈરાનના 86 વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીમ ખામેનેઈ (Ayatollah Khamenei)સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે.યુદ્ધ શરૂ થયાના માત્ર 6 દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે.તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે.તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે.આ વચ્ચે ટ્રમ્પ ( Donald Trump)આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે.ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે,ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે.અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ.ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે.અમારી સેના રક્ષા માટે તૈયાર છે.અમેરિકા સમજી લે,અમે આત્મસમર્પણ નહીં કરીએ.

ઇરાને ઈઝરાયલને આપી ધમકી

ઈરાને ઈઝરાયલ અને અમેરિકાને ધમકી આપી છે.તેમણે ઈઝરાયલને કહ્યું કે,જો અમેરિકા યુદ્ધના મેદાનમાં ઝંપલાવે છે તો પછી ઓલ આઉટ વોર થશે.'ઈરાને કહ્યું કે,'તેઓ ઈઝરાયલને આકરો જવાબ આપશે અને જો અમેરિકન સેનાઓ સંઘર્ષમાં સામેલ થશે તો તેઓ તેમના વિરૂદ્ધ પણ એવું જ કરશે.જિનેવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,'જો ઈઝરાયલી એટેક થતા રહેશે તો તેહરાન તરફથી આકરો જવાબ આપવામાં આવશે.

Advertisement

આ પણ  વાંચો -PAK : ટ્રેક પર મોટા ધડાકા બાદ જાફર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું?

હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી છે 'UNCONDITIONAL SURRENDER' અર્થાત તે ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે,અમે જાણ છે કે,સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે.તેઓ એક સરળ ટાર્ગેટ છે.પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે.અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી.અમે નથી ઈચ્છતા કે,મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય તથા અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય.પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.

આ પણ  વાંચો -Israel-Iran Conflict: ઇરાનમાં ઘૂસ્યા 50 ઇઝરાયલી ફાઇટર પ્લેન, જોરદાર બોમ્બમારો કરાયો

યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમેરિકા ઈરાનને ઝૂકાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ઈરાન આત્મસમર્પણ કરવા ટસનું મસ થઈ રહ્યુ નથી. ઈરાનના આ વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ યુરોપમાં આશરે 30 ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.

Tags :
Advertisement

.

×