Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Iran War : 'સદ્દામ જેવી હાલત કરીશું..!'ઈરાનના સર્વોચ્ચ નેતાને ઈઝરાયલની ધમકી !

ઈઝરાયલ અને ઈરાન એકબીજા કરી રહ્યા છે હુમલો ઈરાનના સર્વોચ્ચ નેતાને ઈઝરાયલની ધમકી ખામેનેઈની હાલત સદ્દામ જેવી હાલત કરીશું Israel Iran War : મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો...
israel iran war    સદ્દામ જેવી હાલત કરીશું    ઈરાનના સર્વોચ્ચ નેતાને ઈઝરાયલની ધમકી
Advertisement
  • ઈઝરાયલ અને ઈરાન એકબીજા કરી રહ્યા છે હુમલો
  • ઈરાનના સર્વોચ્ચ નેતાને ઈઝરાયલની ધમકી
  • ખામેનેઈની હાલત સદ્દામ જેવી હાલત કરીશું

Israel Iran War : મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei)ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે,ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે.

‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે’

રૉયટર્સના અહેવાલ મુજબ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે,ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે. યાદ રાખજો, ઈરાનના પડોશી દેશ ઈરાકમાં તાનાશાહ વિરુદ્ધ શું થયું હતું. તે પણ ઈઝરાયલની વિરુદ્ધમાં હતો.’ ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન પર જુદા જુદા મામલાઓમાં હજારો લોકોને મારવાનો આરોપ હતો.જોકે સદ્દામને 1982માં દુજૈલ નરસંહાર હેઠળ 148 શિયા મુસ્લિમોની હત્યાના આરોપમાં ફાંસી અપાઈ હતી. અમેરિકાના આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા 2003માં પહેલા સદ્દામને સત્તા પરથી હટાવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

Advertisement

ઈઝરાયલની યોજના ખામેનેઈની હત્યા કરવાની હતી : યુએસનોદાવો

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવો અહેવાલ સામે આવ્યો હતો કે, ઈઝરાયલે ખામેનેઈની હત્યા કરવાની યોજના બનાવી હતી, જેને અમેરિકાએ અટકાવી હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પ તંત્ર વારંવાર કહી રહ્યું છે કે, યુદ્ધમાં મોટા રાજકીય નેતાની હત્યાથી વાત વધુ બગડી શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Israel Iran War :ઇઝરાયલના મોસાદ હેડક્વાર્ટર પર ઈરાનનો સૌથી મોટો હુમલો!

સદ્દામ હુસૈન કોણ હતા?

તમને જણાવી દઈએ કે સદ્દામ હુસેન ઇરાકના નેતા હતા. તેઓ ઇરાકના પાંચમા રાષ્ટ્રપતિ હતા. આ પહેલા, તેઓ 1968 થી 1979 સુધી ઉપરાષ્ટ્રપતિ અને 1979 થી 1991 અને પછી 1994 થી 2003 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા હતા. 2003 માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને પછી ફાંસી આપવામાં આવી હતી. સદ્દામ હુસૈનના કાર્યકાળ દરમિયાન, 1991 ના ખાડી યુદ્ધ દરમિયાન ઇઝરાયલ પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ સાથે, તેમના પર ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તાત્કાલિક તેહરાન ખાલી કરો :ટ્રમ્પે

G7ના સભ્ય દેશોએ ઈઝરાયલનું સમર્થન કરીને કહ્યું છે કે, તેને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલા G7 શિખર સંમેલનને અધવચ્ચે છોડીને પરત જતા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું યુદ્ધવિરામ કરાવવા જઈ રહ્યો નથી, પરંતુ કંઈક મોટું કરવા જઈ રહ્યો છું. તેમણે ઈરાનની રાજધાની તેહરાન તાત્કાલીક ખાલી કરવાની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની નજીક પહોંચી ગયું છે. ઈરાને પરમાણુ હથિયારો બનાવવાની જીદ છોડવી પડશે.’

Tags :
Advertisement

.

×