Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઇઝરાયેલે ગાઝામાં કર્યો મોટો હુમલો, હમાસના લશ્કરી વડાનું મોત

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલે હમાસના નેતૃત્વ પર ફરી એકવાર સચોટ પ્રહાર કર્યો છે. એક તરફ ઇઝરાયલ સાત ઓક્ટોબરના હુમલાખોરોને શોધીને ઠાર મારવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ આ હુમલાઓ વચ્ચે ગાઝાની સ્થિતિ વધુ વણસી છે. આ હુમલા બાદ હમાસના આંતરિક નેતૃત્વના માળખામાં કેવા ફેરફારો આવશે? શું આ સંઘર્ષ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે? આ સવાલ મધ્ય-પૂર્વના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે.
ઇઝરાયેલે ગાઝામાં કર્યો મોટો હુમલો  હમાસના લશ્કરી વડાનું મોત
Advertisement

Hamas Military Chief Kill : ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા વિનાશક સંઘર્ષ વચ્ચે ઇઝરાયલે હમાસ [Hamas] સામે મોટી સૈન્ય સફળતા મેળવવાનો દાવો કર્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળો [Israel Defense Forces - IDF] દ્વારા કરવામાં આવેલા એક સચોટ હવાઈ હુમલામાં હમાસના નવા લશ્કરી વડા મોહમ્મદ ઓદેહ [Mohammed Odeh] ને ઠાર મારવામાં આવ્યા છે.

Hamas Military Chief Kill : હમાસના લશ્કરી નેતૃત્વ પર મોટો પ્રહાર

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે [Israel Katz] બુધવારે સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી. ગત 16 મેના રોજ હમાસના અગાઉના લશ્કરી વડા ઇઝ અલ-દિન અલ-હદ્દાદ [Izz al-Din al-Haddad] ના મોત બાદ બે અઠવાડિયામાં જ ઇઝરાયલે આ બીજો મોટો હુમલો કર્યો છે. જોકે, હમાસ તરફથી મોહમ્મદ ઓદેહના પદ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તેમના પરિવારે મૃત્યુની પુષ્ટિ કરી છે.

Advertisement

7 ઓક્ટોબરના હુમલાનો બદલો

ઇઝરાયલ કાત્ઝે આ હુમલાને 7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા ભીષણ હુમલાના બદલા તરીકે ગણાવ્યો છે. તેમણે X પર સ્પષ્ટ કર્યું છે કે, જેઓએ તે હત્યાકાંડનું નેતૃત્વ કર્યું હતું, તેમને ખતમ કરવાનો ઇઝરાયલનો સંકલ્પ અતૂટ છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ [Benjamin Netanyahu] એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે ગાઝામાં હમાસનું કોઈપણ પ્રકારનું સૈનિક કે નાગરિક શાસન સહન કરવામાં આવશે નહીં.

Advertisement

ઈદના અવસરે ગાઝામાં તણાવ

આ હુમલો બકરીદ [Eid al-Adha] ની પૂર્વસંધ્યાએ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારના આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ૧૨ લોકો ઘાયલ થયા છે. વર્તમાનમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ અત્યંત નાજુક તબક્કે છે. ઓક્ટોબરથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 72,700 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ઇઝરાયલ તરફથી પણ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધની નિષ્ફળતા બાદ અમેરિકામાં ડેપ્યુટી NSAની કરાઇ હકાલપટ્ટી

Tags :
Advertisement

.

×