Israel: ગાઝા પર ફરી ઈઝરાયેલે કર્યો મિસાઈલ હુમલો, 25 લોકોના થયા મોત
Israel: ઈઝરાયેલે ફરી ગાઝા શહેર પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તબીબી સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓએ રવિવારે આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓ દ્વારા વિગતો આપવામાં આવી છે કે, ગાઝા સિટીના ઝાયતૌનમાં એક રહેણાંક મકાન પર યુદ્ધ વિમાનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ત્રણ માળની ઈમારત પર મિસાઈલ પડી ભાગી
મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે લડાકું વિમાનો દ્વારા કોઈ પૂર્વ ચેતણવી આપ્યા વગર જ ત્રણ માળની ઈમારત પર મિસાઈલ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી સૈન્ય 20 ફેબ્રુઆરીથી હમાસ-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને કાર્યવાહી કરી રહી છે. મળતી વિગતો પ્રમાણે ગાઝા સિટીની પશ્ચિમે કોસ્ટલ રોડ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 10 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
બન્ને દેશો વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન વચ્ચે ઘણા સમયથી યુદ્ધનો માહોલ સર્જાયો છે. બન્ને દેશો એકબીજા પર મિસાઈલી હુમલો કરી રહ્યા છે. આવું જ એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે પણ ચાલી રહ્યું છે. જેમાં થાડો દિવસ પહેલા જ યુક્રેને રશિયા પર મિસાઈલ હુમલો કર્યો હતો જેમાં એક ભારતીય યુવકનું મોત થયું હતું. નોંધનીય છે કે, તે યુવક થોડા સમય પહેલા જ રશિયાની સેનામાં ભરતી થયો હતો.
આ પણ વાંચો: Pakistan માં બની શર્મનાક ઘટના! અચાનક ટોળાએ મહિલાને ઘેરીને કહ્યું, ‘તારા કપડા…’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ