Israel Plan For Murder Asim Munir : બ્રાઝિલિયન પત્રકારનો ધડાકો, સ્વિટ્ઝર્લૅન્ડમાં પાક આર્મી ચીફની હત્યાનું ઇઝરાયલે ઘડ્યું હતું કાવતરું!
Israel Plan For Murder Asim Munir : બ્રાઝિલના પત્રકાર પેપે એસ્કોબારે એક ચોંકાવનારો દાવો કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, આ દાવાઓને લઈને વિવાદ ઉભો થયો છે, જ્યારે ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા અને મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા પણ ચર્ચામાં છે.
Advertisement
Israel Plan For Murder Asim Munir : ભૂ-વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત અને બ્રાઝિલના પત્રકાર (Brazilian Journalist) પેપે એસ્કોબારે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના અહેવાલ મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) દ્વારા પાકિસ્તાનના આર્મી ચીફ (Army Chief) ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળ (Delegation) ની હત્યા કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પ્લાન ત્યારે અમલમાં મૂકવાનો હતો જ્યારે તેઓ શાંતિ મંત્રણા (Peace Talks) માટે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં હાજર હતા.

