ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તે માટે વધુ એક રાષ્ટ્રના વડાનું સમર્થન
US President Donald Trump : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. નેતન્યાહૂએ કહ્યું, "હું તમને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલ પત્ર રજૂ કરવા માંગુ છું. આમાં, તમને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જેના તમે લાયક છો અને તમને તે મળવો જોઈએ."
Advertisement
- ટ્રમ્પને નોબલ માટે વધુ એક રાષ્ટ્રના વડાનું સમર્થન
- ઈઝરાયલના PM નેતન્યાહૂએ કરી નોબલની માગ
- રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળેઃ નેતન્યાહૂ
- પુરસ્કાર સમિતિને PM નેતન્યાહૂએ મોકલ્યો પત્ર
- નોબેલ માટે ટ્રમ્પ હકદાર છે, મળવો જોઈએઃ નેતન્યાહૂ
- વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને નેતન્યાહૂએ સોંપ્યો પત્ર
US President Donald Trump : આપણે નાનપણમાં ઘણીવાર કોઇ ચીજ લેવા માટે જે પ્રમાણે જીદ કરતા હતા તેવી જ જીદ આજે એક વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જીહા, અમે અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યા છીએ. જેમણે સમયાંતરે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવું જોઇએ તેવી માગ કરી છે. ટ્રમ્પને આ પુરસ્કાર મળે તે માટે પાકિસ્તાન સૌથી પહેલા સામે આવ્યું અને પોતાનું સમર્થન આપ્યું. હવે એક અન્ય દેશના વડાએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. અમે અહીં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની વાત કરી રહ્યા છે. આ આર્ટિકલમાં જાણીએ તેમણે શું કહ્યું..

