ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તે માટે વધુ એક રાષ્ટ્રના વડાનું સમર્થન
- ટ્રમ્પને નોબલ માટે વધુ એક રાષ્ટ્રના વડાનું સમર્થન
- ઈઝરાયલના PM નેતન્યાહૂએ કરી નોબલની માગ
- રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળેઃ નેતન્યાહૂ
- પુરસ્કાર સમિતિને PM નેતન્યાહૂએ મોકલ્યો પત્ર
- નોબેલ માટે ટ્રમ્પ હકદાર છે, મળવો જોઈએઃ નેતન્યાહૂ
- વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને નેતન્યાહૂએ સોંપ્યો પત્ર
US President Donald Trump : આપણે નાનપણમાં ઘણીવાર કોઇ ચીજ લેવા માટે જે પ્રમાણે જીદ કરતા હતા તેવી જ જીદ આજે એક વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જીહા, અમે અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યા છીએ. જેમણે સમયાંતરે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવું જોઇએ તેવી માગ કરી છે. ટ્રમ્પને આ પુરસ્કાર મળે તે માટે પાકિસ્તાન સૌથી પહેલા સામે આવ્યું અને પોતાનું સમર્થન આપ્યું. હવે એક અન્ય દેશના વડાએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. અમે અહીં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની વાત કરી રહ્યા છે. આ આર્ટિકલમાં જાણીએ તેમણે શું કહ્યું..
ઇઝરાયલના PM એ શું કહ્યું?
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. નેતન્યાહૂએ જણાવ્યું કે, "હું નોબેલ પુરસ્કાર સમિતિને મોકલેલો એક પત્ર રજૂ કરવા માગું છું, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તેઓ આ પુરસ્કારના સંપૂર્ણ હકદાર છે, અને તેમને આ પુરસ્કાર મળવો જોઈએ." આ નોમિનેશન ટ્રમ્પના વૈશ્વિક શાંતિ પ્રયાસોની સરાહના દર્શાવે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને રોકવાનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના નેતૃત્વ હેઠળ અનેક સંઘર્ષો અટકાવવામાં આવ્યા છે, ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સંભવિત યુદ્ધ. તેમણે કહ્યું, "અમે ઘણા સંઘર્ષો રોક્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સૌથી મહત્ત્વનો હતો. અમે વેપારના મુદ્દે આ તણાવને રોક્યો. અમે બંને દેશો સાથે મળીને કામ કર્યું અને સ્પષ્ટ કહ્યું કે જો તમે લડશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ." ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે બંને દેશો પરમાણુ યુદ્ધના આરે હતા, અને આ સંઘર્ષને રોકવો અત્યંત જરૂરી હતો.
ટેરિફ નીતિ અંગે ટ્રમ્પનું વલણ
યુએસ ટેરિફ અંગે પૂછવામાં આવતાં ટ્રમ્પે જણાવ્યું કે તેઓ 1 ઓગસ્ટની સમયમર્યાદા અંગે નિશ્ચિત છે, પરંતુ સંપૂર્ણ રીતે અડગ નથી. તેમણે કહ્યું, "જો દેશો અમને ફોન કરીને કોઈ નવો પ્રસ્તાવ મૂકે, તો અમે તેનો વિચાર કરવા તૈયાર છીએ." ટ્રમ્પે ટેરિફને વેપાર નીતિના સાધન તરીકે ઉપયોગ કરવાની તેમની રણનીતિ દર્શાવી, જેના દ્વારા તેઓ વૈશ્વિક સ્તરે સંઘર્ષો નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો : બ્રિક્સના ઘોષણાપત્રથી લાલ પીળા થયા ટ્રમ્પ! ખુલ્લેઆમ આપી દીધી આ ધમકી