મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!
. ઈટાલીએ ઈઝરાયલ સાથેની સંરક્ષણ સમજૂતી રદ્દ કરી
. 2006માં થયેલી ડિફેન્સ ડીલને દર પાંચ વર્ષે કરાતી હતી રિન્યૂ
. ઈટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિને કારણે ડીલ સસ્પેન્ડ કરી
Israel - Italy Defence Deal : ઈરાન (Iran) સાથે અમેરિકા-ઈઝરાયલ (US - Israel) ના યુદ્ધને કારણે હવે આ બંને દેશોના મિત્રો તેમનાથી દૂર જઈ રહ્યા છે. હવે ઈટાલી (Italy) એ ઈઝરાયલ સાથેનો એક સંરક્ષણ કરાર સસ્પેન્ડ કરીને આકરું વલણ અખત્યાર કર્યું છે.
આ સમજૂતી ઈટાલી અને ઈઝરાયલની વચ્ચે સૈન્ય ઉપકરણોની સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જોડાયેલી હતી. ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોની (Giorgia Meloni) એ ઈઝરાયલ સાથેની સંરક્ષણ સમજૂતી (Defence Deal) ને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
ઈટાલિયન ન્યૂઝ એજન્સીઓ ANSA અને AGI પ્રમાણે, વેરોનામાં એક કાર્યક્રમ દરમિયાન મેલોનીએ કહ્યું કે હાલની સ્થિતિને જોતા સરકારે ઈઝરાયલ સાથે સંરક્ષણ સમજૂતીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
ઈટાલીના એક ડિપ્લોમેટિક સૂત્રેએ AFP સાથે આ વાતની પુષ્ટિ કરતા સમજૂતીને સસ્પેન્ડ કરી દીધી છે. તેમણે કહ્યુ છે કે હાલની સ્થિતમાં તેને ચાલુ રાખવું રાજનીતિક દ્રષ્ટિએ મુશ્કેલ હોત.
આ પણ વાંચો: પાકિસ્તાને સાઉદીમાં તેનાત કર્યા યુદ્ધવિમાનો, શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો Iran સામે લડશે?
2006માં થઈ હતી Defence Deal
અહીં જે સમજૂતીની વાત થઈ રહી છે, તે 2006માં ઈટાલી અને ઈઝરાયલ વચ્ચે થઈ હતી. આ સમજૂતી દર પાંચ વર્ષે રિન્યૂ કરવામાં આવે છે અને તેને આગળ વધારવામાં આવે છે.
પરંતુ હવે ઈટાલીની મેલોની સરકારે તેને રિન્યૂ કરવાનો નિર્ણય સસ્પેન્ડ કર્યો છે. આ સમજૂતી બંને દેશો વચ્ચે ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ, સૈનિકોની ટ્રેનિંગ અને ટેક્નોલોજીમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: "પહલગામ ન થાત તો US-Iran ઈસ્લામાબાદમાં ન બેઠાં હોત!" LET ના આતંકીનો દાવો
Lebanon પર ઈઝરાયલી હુમલાને કારણે તણાવ
ગત સપ્તાહે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. તે વખતે મેલોની સરકારે ઈઝરાયલી સેના પર લેબનાનમાં UN પીસમેકિંગ ફોર્સમાં સામેલ ઈટાલિયન સૈનિકોના એક કાફલા પર ગોળીઓ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઈટાલીએ ઈઝરાયલના રાજદૂતને તલબ કર્યા હતા. તેના પછી ઈઝરાયલે ઈટાલીના રાજદૂતને તલબ કર્યા.
એટલું જ નહીં, ઈટાલીના વિદેશ મંત્રી અને ડેપ્યુટી પીએમ એન્ટોનિયો તાજાની (Antonio Tajani) એ લેબનાન પર ઈઝરાયલી હુમલાને નામંજૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે લેબનાનના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આઉન અને વિદેશ મંત્રી યૂસુફ રાગી સાથે બેરુતમાં મુલાકાત કરી હતી અને ઈઝરાયલી હુમલાને વખોડયા હતા.
આ પણ વાંચો: Strait of Hormuz પર US-Iran વિવાદમાં નવો વળાંક, તેહરાનના ટેકામાં ચીન આવ્યું આગળ!


