Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઈટાલીના PM Giorgia Meloni ની નકલી 'નગ્ન' તસ્વીરો વાયરલ!

Italy PM Giorgia Meloni Deepfake Photos : ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોનીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલી નકલી અશ્લીલ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મેલોનીએ તેને 'ડીપફેક હથિયાર' ગણાવીને લોકોને કોઈપણ સામગ્રી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસવા અપીલ કરી છે. તેમણે આ પ્રકારના મેનીપ્યુલેશન સામે ચેતવણી આપતા કહ્યું કે આજે તેમની સાથે જે થયું છે, તે કાલે કોઈની પણ સાથે થઈ શકે છે
ઈટાલીના pm giorgia meloni ની નકલી  નગ્ન  તસ્વીરો વાયરલ
Advertisement

. જોર્જિયા મેલોનીની નકલી ન્યૂડ તસ્વીરો AI ના માધ્યમથી બનાવીને વાયરલ કરવામાં આવી
. તેમણે સ્પષ્ટતા કરી કે આ તસ્વીરો અસલી નથી અને તેને હુમલો કરવાનું ખતરનાક સાધન ગણાવ્યું
. કોઈપણ ફોટો કે માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેને વેરિફાય કરવાની સલાહ આપી 

Italy PM Giorgia Meloni Deepfake Photos : ઈટાલીના વડાંપ્રધાન (Italian Prime Minister) જોર્જિયા મેલોની (Giorgia Meloni) ની ઘણી અશ્લિલ તસ્વીરો ઈન્ટરનેટ (internet) અને સોશયલ મીડિયા (social media) પર વાયરલ થઈ છે. મેલોનીએ પોતાની એક તસ્વીર શેયર કરીને આને ડીપફેક (deepfake) ગણાવી છે.

Advertisement

ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોની (Giorgia Meloni) ની ઘણી અશ્લિલ તસ્વીરો સોશયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વડાપ્રધાનની આ ન્યૂડ તસ્વીરોએ માત્ર ઈટાલી જ નહીં, પરંતુ આખી દુનિયામાં હલચલ મચાવી છે. તેના પછી મેલોનીએ એક્સ પર પોતાની એક અશ્લિલ તસ્વીરને પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી છે. મેલોનીએ આને ડીપફેકનું એક ખતરનાક હથિયાર ગણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

મેલોનીની પ્રતિક્રિયા

જોર્જિયા મેલોનીએ એક્સ ('X') પર લખ્યું છે કે હાલના દિવસોમાં મારી ઘણી નકલી તસ્વીરો વાયરલ થઈ રહી છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) થી બનાવવામાં આવી છે અને કેટલાક અતિવાદી વિરોધી તેને અસલી ગણાવીને ફેલાવી રહ્યા છે. મારે માનવું પડશે કે જેમણે આને બનાવી છે, તેમણે ઓછામાં ઓછું આ મામલામાં મને ઘણી હદે સારી બનાવી દીધી છે. પરંતુ વાત એ છે કે હુમલો કરવા અને જૂઠ્ઠાણાં રચવા માટે આજકાલ લોકો કંઈપણ ઉપયોગમાં લઈ શકે છે. જો કે મુદ્દો માત્ર મારા સુધી મર્યાદીત નથી. ડીપફેક (Deepfake) એક ખતરનાક હથિયાર છે, કારણ કે આ કોઈને પણ છેતરી શકે છે, મેનીપુલેટ કરી શકે છે અને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!

શેયર કરતા પહેલા ચકાસણી કરો

મેલોનીએ આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું ખુદનો બચાવ કરી શકું છું, પરંતુ ઘણાં લોકો કરી શકતા નથી. માટે એક નિયમ હંમેશા લાગુ હોવો જોઈએ- વિશ્વાસ કરતા પહેલા સત્યાપિત કરો, અને શેયર કરવાથી પહેલા વિશ્વાસ કરો. કારણ કે આજ મારી સાથે થઈ રહ્યું છે, કાલે કોઈ અન્યની સાથે પણ થઈ શકે છે.

આ પણ વાંચો : શું China ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે? જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય!

Tags :
Advertisement

.

×