Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

J.P. Morgan executive Case: "લોર્ના હજદિની થ્રીસમ માટે કરતી હતી મજબૂર"!

J.P. Morgan executive Case: J.P. Morgan ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર લોર્ના હજદિની પર તેમના સાથી કર્મચારી ચિરાયુ રાણાએ યૌન શોષણ અને રંગભેદી ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે. નવી કોર્ટ અરજીમાં બે સાક્ષીઓએ દાવો કર્યો છે કે લોર્નાએ ચિરાયુને 'સેક્સ સ્લેવ' તરીકે રાખ્યા હતા અને તેને થ્રીસમ (Threesome) માટે મજબૂર કર્યો હતો. લોર્ના અને બેંકે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે
j p  morgan executive case   લોર્ના હજદિની થ્રીસમ માટે કરતી હતી મજબૂર
Advertisement

. ચિરાયુ રાણાનો આરોપ છે કે લોર્ના તેમને નશીલી દવા આપીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી
. સાક્ષીના મતે લોર્નાએ ચિરાયુના ઘરે કપડાં વગર રુમમાં ઘૂસીને તેને અને અન્ય સાક્ષીને થ્રીસમ માટે ધમકાવ્યા હતા
. આ શોષણના કારણે પીડિત PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) નો સામનો કરી રહ્યા હોવાનો કાઉન્સલરનો રિપોર્ટ રજૂ કરાયો

J.P. Morgan executive Case: J.P. Morgan Chase & Co. (JPMC) ઈન્વેસ્ટમેન્ટ બેંકના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર લોર્ના હજદિની (Lorna Hajdini) પર યૌન શોષણના આરોપોમાં નવું અપડેટ સામે આવ્યું છે. લોર્નાના એક્સ કલીગે તેમના પર સેક્સ સ્લેવ (sexual slave) તરીકે ઉપયોગ કરવાનો, બળજબરીથી શારીરિક સંબંધ બનાવવાનો અને રંગભેદી ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક દિવસ પહેલા ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટ (New York Supreme Court) માં આના સંદર્ભે અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કેટલાક સુધારા સાથે ફરીથી અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ફરિયાદીએ બે સાક્ષીઓ સાથે ફરીથી અરજી કરી છે.

Advertisement

બ્રિટિશ અખબાર ધ સન (The Sun) ના અહેવાલ મુજબ, નવી અરજીમાં બે સાક્ષીઓએ 2024માં થયેલા કથિત શોષણ સંદર્ભે જણાવ્યું છે. ફરિયાદીનું નામ ચિરાયુ રાણા (Chirayu Rana) છે અને તે દક્ષિણ એશિયન મૂળના છે. તેમની વય 35 વર્ષની છે. ચિરાયુએ જણાવ્યુ હતુ કે લોર્ના તેમને મળવા તેમના ઘરે આવતી હતી. તેમને નશીલી દવા આપતી અને તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાનું દબાણ કરતી હતી.

Advertisement

આ પણ વાંચો : ભારતે 13 પાકિસ્તાની યુદ્ધવિમાનો, 11 બેઝ તબાહ કર્યા: Operation Sindoor પર નવા ખુલાસા

સાક્ષીઓએ શું કહ્યું?

નવી અરજી મુજબ, એક સાક્ષીનો દાવો છે કે તે ચિરાયુ સાથે તેમના ઘરે રહેતો હતો. એકવાર લોર્ના તેમના ઘરે આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે લોર્ના તેમના રુમમાં કપડાં વગર ઘૂસી, સોફા પર બેઠી, સિગરેટ સળગાવી અને તેમને થ્રીસમ માટે ઈન્વાઈટ કર્યા. એટલે કે પોતાના અને ચિરાયુની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે કહ્યું. સાક્ષીનું કહેવું છે કે આ થ્રીસમ માટે ઈન્કાર કરવા છતાં લોર્ના માની નહીં. લોર્નાએ ધમકી આપતા કહ્યુ કે તું જાણે છે કે મારા રાણા પર કેટલા અહેસાન છે, સારું હશે કે તું આવ અને અમને જોઈન કરે. સાક્ષીએ આગળ દાવો કર્યો કે જ્યારે લોર્ના પાછી ચિરાયુના રુમમાં ગઈ તો તેમણે ચિરાયુને ઈન્કાર કરતા સાંભળ્યો, નહીં, નહીં તું જા. મને આ બધું નથી કરવું. પ્લીઝ થંભી જા.

અરજીમાં એકબીજા સાક્ષીએ પણ દાવો કર્યો છે કે લોર્નાએ વર્કપ્લેસ પર ચિરાયુની જિંદગી નર્ક બનાવી દીધી હતી. તેમનો આરોપ છે કે એકવાર ચિરાયુ ઓફિસમાં કામ કરી રહ્યો હતો, ત્યારે લોર્ના તેની ગર્દન પર કિસ કરવા લાગી. ચિરાયુ આ વાતથી બેહદ નાખુશ દેખાઈ રહ્યો હતો. ચિરાયુએ આ આરોપો સાથે કાઉન્સલરનો લેટર પર એટેચ કર્યોછે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 2024ની આ ઘટના બાદ તેમને PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) માંથી પસાર થવું પડયું હતું.

આ પણ વાંચો : Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

લોર્ના હજદિની (Lorna Hajdini) એ શું કહ્યું?

J.P. Morgan બેંક અને આરોપી અધિકારી લોર્ના હજદિનીએ આ આરોપોને સોય ઝાટકીને નકાર્યા છે. બેંક તરફથી જવાબમાં કહેવામાં આવ્યું છે કે ચિરાયુની ફરિયાદ પર બેંકે ઈન્ટરનેલ તપાસ કરી હતી. બેંકનું કહેવું છે કે તેમને એવા કોઈ દસ્તાવેજ મળ્યા નથી જે ચિરાયુના આરોપોનું સમર્થન કરતા હોય. બેંકે ઉલ્ટો ફરિયાદી પર આરોપ લગાવ્યો છે કે તેમણે તપાસ માટે યોગ્ય રીતે પુરાવા રજૂ કર્યા નથી. લોર્નાના વકીલોએ કહ્યુ છે કે લોર્ના ક્યારેય ચિરાયુ સાથે ઈન્વોલ્વ થઈ નથી. ન તો તે કોઈ એ લોકેશન પર ગઈ જ્યાં આ ઘટના થવાનો દાવો કરવામાં આવ્યો.

આ ઘટના એક અન્ય કારણથી ચર્ચામાં બનેલી છે. ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલમાં દાવો કરાયો છે કે ચિરાયુએ પોતાના પિતાના મોતની ખોટી ખબર ફેલાવી હતી, જેથી તેમને અરજી દાખલ કરવામાં થોડો વધુ સમય મળી જાય. એ પણ આરોપ છે કે તેમણે એક ચેટબોટ દ્વારા દુષ્કર્મ સાથે જોડાયેલા આરોપો સંદર્ભે જાણકારી લીધી હતી. ત્યારે ચિરાયુનો આરોપ છે કે પરણિત હોવા છતાં લોર્ના તેમના પર સતત શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતી રહી.

આ પણ વાંચો : JP Morgan ના ડાયરેક્ટર લોર્ના હજદિની પર ભારતીય પુરુષકર્મીએ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ

Tags :
Advertisement

.

×