State-Sponsored Terrorism સામે કડક વલણ
જયશંકરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર પડકાર છે. તેમણે ખાસ કરીને State-Sponsored Terrorismને ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના નિવેદનમાં કોઈ દેશનું નામ લીધા વિના આતંકવાદને પ્રોત્સાહન આપતા રાજ્યો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જયશંકરે કહ્યું કે ભારત આતંકવાદ સામે પોતાની નીતિમાં કોઈ ઢીલ નહીં આપે. તેમણે આતંકવાદ સામે દેશના નાગરિકોની સુરક્ષા માટે ભારતના સ્વરક્ષણના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો.
Ukraine અને Middle Eastનો પણ ઉલ્લેખ
વિદેશમંત્રીએ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા અન્ય સંઘર્ષોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે Ukraineમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને Middle Eastની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમના મતે સતત સંઘર્ષ માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ વિકાસ માટે પણ મોટો પડકાર ઊભો કરે છે. તેમણે જણાવ્યું કે વિશ્વમાં શાંતિ જાળવવામાં નિષ્ફળતા હોય તો તેની અસર અલગ-અલગ દેશો સુધી મર્યાદિત રહેતી નથી. સંઘર્ષોના વૈશ્વિક સ્તરે પરિણામો જોવા મળે છે.
વેપારી જહાજોની સુરક્ષાનો મુદ્દો
જયશંકરે સમુદ્રી માર્ગોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે વાણિજ્યિક જહાજો અને નાવિકોને નિશાન બનાવતા હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા અને સુરક્ષિત દરિયાઈ માર્ગોના મહત્વ પર ભાર મૂક્યો.
UNGAના 81મા સત્રની આ ચર્ચામાં વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મુદ્દાઓ મહત્વના રહ્યા છે. UNના સત્તાવાર એજન્ડામાં પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદને ખતમ કરવાના પગલાં અંગે ચર્ચા સામેલ છે.
આ પણ વાંચો: Bogus Donation Scam: 'ભારતીય નેશનલ જનતા દળ'ના 5 હોદ્દેદારો સામે બોગસ ડોનેશન કૌભાંડમાં ગુનો દાખલ