જકાર્તામાં 7 માળની બિલ્ડિંગમાં આગ: 20 લોકોના દર્દનાક મોત, જાણો દુર્ધટનાનું કારણ?
- જકાર્તા આગ દુર્ઘટના: 7 માળની બિલ્ડિંગમાં 20ના દર્દનાક મોત (Jakarta Fire Lithium Battery)
- ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ
- આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ
- આગની શરૂઆત લિથિયમ-આયન બેટરી સ્ટોરેજ એરિયામાં ધમાકાથી થઈ
- મોટાભાગના મૃત્યુ ઝેરી ધુમાડાથી ગૂંગળાઈ જવાને કારણે થયા
Jakarta Fire Lithium Battery : ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવાર, 9 ડિસેમ્બરની બપોરે એક 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ભીષણ આગની લપેટમાં આવી ગઈ, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. દક્ષિણ જકાર્તાના સેટિયાબુડી વિસ્તારમાં આવેલી આ ઇમારતમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના દર્દનાક મોતની પુષ્ટિ થઈ છે.
મૃતકોમાં 15 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. આગ એટલી ભયાનક હતી કે ઘણા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, જેમની ઓળખ માટે હવે પ્રશાસનને DNA ટેસ્ટનો સહારો લેવો પડશે. હાલમાં ઘણા ઘાયલોની નજીકની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પહેલી તપાસમાં શું સામે આવ્યું? (Jakarta Fire Lithium Battery)
જે ઇમારતમાં આ દુર્ઘટના થઈ, તે ટેરા ડ્રોન ઇન્ડોનેશિયા કંપનીનું મુખ્ય મથક હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગની શરૂઆત પહેલા માળે સ્થિત લિથિયમ-આયન બેટરી સ્ટોરેજ એરિયામાંથી થઈ. ત્યાં ડ્રોનમાં ઉપયોગમાં લેવાતી હાઇ-કેપેસિટી બેટરીઓ રાખવામાં આવી હતી. અચાનક શોર્ટ સર્કિટ થવાથી બેટરીઓમાં એક પછી એક ઘણા ધમાકા થવા લાગ્યા. આ ધમાકાથી આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આખી ઇમારત ઝેરી ધુમાડાના ગોટેગોટામાં ઢંકાઈ ગઈ.
ધુમાડાથી ગૂંગળાઈને મોત
આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની, જ્યારે કર્મચારીઓનો લંચ ટાઇમ ચાલી રહ્યો હતો. પહેલી અને બીજી મંજિલ પર બનેલી કેન્ટીન અને ઓફિસમાં લોકો હાજર હતા.
ધમાકા થતાં જ અફરા-તફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે સીડીઓ તરફ ભાગ્યા, પરંતુ ધુમાડો એટલી ઝડપથી ઉપરની તરફ ફેલાયો કે ઘણા લોકો વચ્ચે જ ફસાઈ ગયા અને ગૂંગળામણને કારણે તેમના મોત થયા. ઉપરની મંજિલ પર હાજર લોકો બારીઓમાંથી મદદની વિનંતી કરતા જોવા મળ્યા હતા.
ઘટનાસ્થળે 25 થી વધુ ફાયર એન્જિન અને 150 ફાયર ફાઇટર્સ રાહત કાર્યમાં જોડાયેલા છે. મોડી સાંજ સુધી છઠ્ઠા અને સાતમા માળે સર્ચ ઓપરેશન ચાલુ હતું. નિષ્ણાતોએ લિથિયમ-આયન બેટરીઓના સ્ટોરેજમાં સુરક્ષા ધોરણોની ઊણપને આ અકસ્માતનું મોટું કારણ માન્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના નવા CDF અસીમ મુનીરે ભારત વિરુદ્ધ કેમ ઓક્યું ઝેર? જાણો કારણ