ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

JAPAN : જાપાનમાં ફરી ધરા ધ્રુજી, ઈશિકાવા પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

JAPAN EARTHQUAKE : જાપાનમાં ( JAPAN ) હવે ફરી ધરા ધ્રુજી છે. જાપાનમાં ઈશિકાવા પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 5.6 માપવામાં આવી હતી.ભારતીય સમયના અનુસાર આજે સવારે બે વાર ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની તીવ્રતાના કારણે લોકોમાં...
09:09 AM Jun 03, 2024 IST | Harsh Bhatt
JAPAN EARTHQUAKE : જાપાનમાં ( JAPAN ) હવે ફરી ધરા ધ્રુજી છે. જાપાનમાં ઈશિકાવા પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 5.6 માપવામાં આવી હતી.ભારતીય સમયના અનુસાર આજે સવારે બે વાર ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની તીવ્રતાના કારણે લોકોમાં...

JAPAN EARTHQUAKE : જાપાનમાં ( JAPAN ) હવે ફરી ધરા ધ્રુજી છે. જાપાનમાં ઈશિકાવા પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 5.6 માપવામાં આવી હતી.ભારતીય સમયના અનુસાર આજે સવારે બે વાર ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની તીવ્રતાના કારણે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.લોકો ભૂકંપથી બચવા માટે તેમના ઘરની બહારની તરફ દોડીને આવ્યા હતા.ચાલો જાણીએ સમગ્ર બાબત

જાપાનમાં ( JAPAN ) 1 એપ્રિલે જ ભૂકંપની ઘટના બની હતી હવે બીજી વાર આજે ભૂકંપ જાપાનમાં આવ્યો છે.આજે સવારે ભૂકંપના સૌથી મજબૂત આંચકા ઇશિકાવા પ્રીફેક્ચરના વાજિમા, સુઝુ, નોટો, નાનાઓ, એનામિઝુ શહેર, નિગાતા શહેરમાં અનુભવાયા હતા. જાપાનના ઈશિકાવા પ્રાંતમાં ભૂકંપના કારણે સમગ્ર પ્રાંતમાં પાવર ઓફ થઈ ગયો હતો.જોકે ભૂકંપના કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે, પરંતુ સુનામીની કોઈ ચેતવણી નથી. સરકારે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. દરિયા કિનારેથી દૂર ખસી જવા અપીલ કરવામાં આવી છે. જાપાનના ઈસ્ટર્ન રેલ્વે ઝોને હોકુરીકુ શિંકનસેન અને જોએત્સુ શિંકનસેન બુલેટ ટ્રેન સેવાઓને આગલી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. જાપાનની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું.

જાપાનમાં આ પહેલા પણ આ વર્ષમાં એપ્રિલ અને જાન્યુઆરી મહિનામાં ભૂકંપની ઘટના બની હતી.જાન્યુઆરી 2024ના રોજ પણ જાપાનમાં ભૂકંપ સાથે વર્ષની શરૂઆત થઈ હતી. નોટો પેનિનસુલામાં લગભગ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 200થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો : USA : પિટ્સબર્ગ અને ઓહાયોમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

Tags :
earthquakeInternationalIshikawa provinceJapan EarthquakeMagnitudeNatural Disaster
Next Article