કોરોનાથી લઈને મહાભૂકંપ સુધી : જાપાની બાબાવેંગાની વાયરલ ભવિષ્યવાણીનો શું છે અસલી રહસ્ય?
- જાપાની બાબાવેંગાની ભવિષ્યવાણી આવી ચર્ચામાં
- 2025માં જાપાનમાં ભૂકંપ અને સુનામીની કરી હતી આગાહી
- ‘ધ ફ્યુચર આઈ સો’ નામની બુકમાં કર્યો છે ઉલ્લેખ
- કોરોના અંગે પણ રિયો તાત્સુકીએ કરી હતી ભવિષ્યવાણી
- નિષ્ણાંતો તેને માત્ર સંયોગ અથવા અનુમાન માને છે
Baba Vanga Prediction : જાપાનના રિયો તાત્સુકી 'બાબા વેંગા' તરીકે જાણીતા છે અને એવો દાવો કરવામાં આવે છે કે તેમની ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જોકે આ દાવાઓ માટે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. રિયો તાત્સુકી ખાસ કરીને તેમના પુસ્તક ‘ધ ફ્યુચર આઈ સો’ માં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમણે કોરોના મહામારી જેવી ઘટનાઓ વિશે પણ ભવિષ્યમાં જણાવ્યું હતું, પરંતુ આ દાવાને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.
રિયો તાત્સુકીની ભવિષ્યવાણીઓ મોટેભાગે તેમના પુસ્તક પર આધારિત છે અને ઘણા નિષ્ણાતો તેને માત્ર સંયોગ અથવા સામાન્ય અનુમાન માને છે. તેમણે જાપાનમાં ભૂકંપ અને સુનામીની ભવિષ્યવાણી પણ કરી હતી, જેના કારણે જ્યારે પણ જાપાનમાં મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે લોકો તેમની ભવિષ્યવાણીને સાચી માને છે.
શું તેમની ભવિષ્યવાણીઓ સાચી છે?
રિયો તાત્સુકી વિશેની વાર્તાઓ સોશિયલ મીડિયા ખાસ કરીને TikTok અને Telegram પર વાયરલ થતી રહે છે. એવા દાવા કરવામાં આવે છે કે તેમણે 2011નો તોહોકુ ભૂકંપ અને સુનામી જેમાં 18,000થી વધુ લોકોના મોત થયા, 1995ના કોબે ભૂકંપ, 2020માં ફેલાયેલા કોરોના વાયરસ, ફુકુશિમા આપત્તિ અને રશિયા-યુક્રેન સંઘર્ષ વિશે પણ ભવિષ્યવાણીઓ કરી હતી. જોકે, આ ભવિષ્યવાણીઓના અનેક તથ્યો અસ્પષ્ટ છે.
જાપાનની સૌથી વિનાશક ઘટના
રિયો તાત્સુકી દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ભવિષ્યવાણીઓમાંની એક ગ્રેટ ઈસ્ટ જાપાન ભૂકંપ હતી, જે 2011માં આવ્યો હતો. 11 માર્ચ, 2011ના રોજ 9.0ની તીવ્રતાનો આ શક્તિશાળી ભૂકંપ જાપાનના ઇતિહાસમાં સૌથી વિનાશક માનવામાં આવે છે. આ ભૂકંપના કારણે 40.5 મીટર ઊંચી સુનામી આવી હતી, જેમાં લગભગ 18,500 લોકોના મોત થયા હતા.
કોરોના વાયરસની ભવિષ્યવાણી
રિયો તાત્સુકીએ ખાસ કરીને કોવિડ-19 અથવા કોરોના વાયરસનું નામ લીધું નહોતું, પરંતુ તેમણે 21મી સદીની શરૂઆતમાં એક જીવલેણ અને અજાણ્યા વાયરસ ફેલાવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે ડિસેમ્બર 2019માં ચીનથી આ વાયરસ ફેલાયો અને 2020માં તે વૈશ્વિક મહામારી બન્યો, ત્યારે લોકોએ આ ઘટનાને તેમની ભવિષ્યવાણી સાથે જોડી દીધી.
અડધી સાચી અડધી ખોટી ભવિષ્યવાણી
જોકે, તેમણે આ બીમારીના ફરીથી 2025માં પાછા ફરવા વિશે પણ દાવો કર્યો હતો. હાલમાં, કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, પરંતુ તે પહેલા જેટલા જીવલેણ નથી. ડોકટરો પણ કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી. તેથી, આ ભવિષ્યવાણીને અડધી સાચી અને અડધી ખોટી ગણી શકાય.
આ ભવિષ્યવાણીઓ માત્ર આસ્થા પર આધારિત
નિષ્કર્ષમાં રિયો તાત્સુકીની ભવિષ્યવાણીઓ પરનો વિશ્વાસ માત્ર આસ્થા પર આધારિત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, આ ભવિષ્યવાણીઓને સંપૂર્ણપણે સાચી માનવી યોગ્ય નથી, કારણ કે તેમાં ઘણા તથ્યો સ્પષ્ટ નથી અને આ બધી ઘટનાઓ માત્ર એક સંયોગ પણ હોઈ શકે છે.
આ પણ વાંચો : વિદુર નીતિ: 2025માં સફળતા મેળવવા માટે જલ્દી કરો આ 5 કામ!