Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

JD Vance House Attack : જેડી વેન્સના ઘર પર હુમલો: અમેરિકામાં મોટો આતંક કે અંગત અદાવત?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘરની સુરક્ષા વ્યવસ્થાને કોઈએ પડકાર ફેંક્યો છે. મધ્યરાત્રિએ થયેલા આ હુમલામાં ઘરને નુકસાન થયું હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાબડતોડ કાર્યવાહી કરી એક શંકાસ્પદને દબોચી લીધો છે, પરંતુ આ હુમલા પાછળનો અસલી મકસદ હજુ પણ રહસ્યના ઘેરામાં છે. ઘટના સમયે જેડી વેન્સ ક્યાં હતા અને હુમલાખોર કોણ છે, તે જાણવા જેવું છે...
jd vance house attack   જેડી વેન્સના ઘર પર હુમલો  અમેરિકામાં મોટો આતંક કે અંગત અદાવત
Advertisement
  • અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પર હુમલાનો પ્રયાસ (JD Vance House Attack)
  • જેડી વેન્સના ઘર પર પથ્થરમારો અને તોડફોડ
  • સિક્રેટ સર્વિસે ગન બતાવી હુમલાખોરને દબોચ્યો
  • ઘરની બારીઓ ચકનાચૂર, આખું નિવાસસ્થાન સીલ
  • પરિવારનો આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી

JD Vance House Attack : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના સિનસિનાટી સ્થિત નિવાસસ્થાન પર હુમલો થયો હોવાની આંચકાજનક ઘટના સામે આવી છે. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં જેડી વેન્સના ઘરની બારીઓના કાચ તૂટેલા સ્પષ્ટ દેખાય છે. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ઇસ્ટ વોલનટ હિલ્સ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

JD Vance House Attack : હુમલા સમયે પરિવાર સુરક્ષિત

સીએનએનના અહેવાલ મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કે તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતો. સદ્દનસીબે હુમલાખોર ઘરની અંદર પ્રવેશવામાં સફળ રહ્યો ન હતો. જેડી વેન્સ તે સમયે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વેનેઝુએલા સંબંધિત મહત્વપૂર્ણ પ્લાનિંગમાં વ્યસ્ત હતા. સુરક્ષા એજન્સીઓ હાલ એ તપાસ કરી રહી છે કે હુમલાખોરનો ઈરાદો શું હતો.

Advertisement

Advertisement

સિક્રેટ સર્વિસ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે મધ્યરાત્રિએ આશરે 12:15 વાગ્યે સિક્રેટ સર્વિસના એક અધિકારીએ ઘરની આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિને ભાગતા જોયો હતો. ત્યારબાદ સિનસિનાટી પોલીસની મદદથી તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી જેડી વેન્સના ઘરની આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને રસ્તાઓ પણ બંધ રાખવામાં આવ્યા હતા.

તપાસ અને સુરક્ષા સમીક્ષા

અધિકારીઓએ જણાવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ હજુ સુધી કોઈ સત્તાવાર આરોપો દાખલ કરવામાં આવ્યા નથી, પરંતુ તેની પૂછપરછ ચાલુ છે. સિક્રેટ સર્વિસના જવાનોએ ઘટનાસ્થળે કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને પુરાવા એકત્ર કર્યા હતા. આ ઘટના બાદ યુએસના હાઈ-પ્રોફાઈલ નેતાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો : વેનેઝુએલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પુત્રએ અમેરિકાને આપી આ ચેતવણી

Tags :
Advertisement

.

×