Jeffrey Epstein Death Mystery : આત્મહત્યા કે હત્યા? ડૉક્ટરનો ચોંકાવનારો ખુલાસો
- Jeffrey Epstein Death Mystery : સુસાઈડ કે મર્ડર? એક્સપર્ટનો ધડાકો
- ડૉ. માઈકલ બેડનનો દાવો: "જેફરી એપ્સ્ટીનનું ગળું દબાવીને હત્યા થઈ હોઈ શકે"
- પોસ્ટમોર્ટમમાં ગળાના ભાગે 3 ગંભીર ફ્રેક્ચર મળ્યા, જે ફાંસીમાં શક્ય નથી
- ચીફ ડોક્ટરની ગેરહાજરીમાં પોસ્ટમોર્ટમ થયું હોવાનો સનસનાટીભર્યો આરોપ
- માત્ર 5 દિવસમાં 'આત્મહત્યા'નું સર્ટિફિકેટ આપી દેવાતા શંકા વધી
Jeffrey Epstein Death Mystery : કુખ્યાત અમેરિકન ફાઇનાન્સર જેફરી એપ્સ્ટીન (Jeffrey Epstein) ના મૃત્યુનું રહસ્ય ફરી એકવાર ઘેરાયું છે. 'ધ ટેલિગ્રાફ' (The Telegraph) ને આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રખ્યાત પેથોલોજિસ્ટ ડૉ. માઈકલ બેડને (Dr. Michael Baden) સનસનાટીભર્યો દાવો કર્યો છે કે એપ્સ્ટીનનું મોત આત્મહત્યા (Suicide) નહીં, પરંતુ ગળું દબાવીને હત્યા (Strangulation) કરવાને કારણે થયું હોવાની પ્રબળ શક્યતા છે. તેમણે આ મામલે નવેસરથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
🚨💀 Epstein died from strangulation, not hanging: post mortem examination doctor
🗣 “My opinion is that his death was most likely caused by strangulation pressure rather than hanging,” pathologist Dr. Michael Baden told a British newspaper.
+1 pic.twitter.com/rctJUVYGz6— Avinash K S🇮🇳 (@AvinashKS14) February 14, 2026
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને શંકાસ્પદ ફ્રેક્ચર
ડૉ. બેડને પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) ના તથ્યો ટાંકીને કહ્યું કે જેફરી એપ્સ્ટીનના ગળામાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર (Fracture) જોવા મળ્યા હતા. રિપોર્ટ મુજબ, ગળાના આગળના ભાગમાં બે અને પાછળના ભાગમાં એક નિશાન મળી આવ્યું છે. ડૉ. બેડને પોતાના દાયકાઓના કરિયરનો અનુભવ ટાંકતા કહ્યું કે, "ફાંસી લગાવીને આત્મહત્યા કરવાના કેસમાં મેં ક્યારેય ગળામાં આ પ્રકારના ફ્રેક્ચર જોયા નથી." આ પ્રકારના નિશાન અને ફ્રેક્ચર સામાન્ય રીતે ત્યારે જ જોવા મળે છે જ્યારે કોઈનું બળજબરીથી ગળું દબાવવામાં આવ્યું હોય.
ચીફ મેડિકલ એક્ઝામિનરની ગેરહાજરી પર સવાલ
આ કેસમાં ચીફ મેડિકલ એક્ઝામિનર (Chief Medical Examiner) ડૉ. બાર્બરા સેમ્પસને (Dr. Barbara Sampson) એપ્સ્ટીનના મોતને આત્મહત્યા ગણાવી હતી. જોકે, ડૉ. બેડને દાવો કર્યો છે કે જ્યારે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું ત્યારે ડૉ. સેમ્પસન ત્યાં હાજર જ નહોતા. શરૂઆતમાં બંને પરીક્ષકો એ વાત પર સહમત હતા કે મોતનું સાચું કારણ જાણવા વધુ તપાસની જરૂર છે, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 5 જ દિવસમાં મૃત્યુનું પ્રમાણપત્ર (Death Certificate) જારી કરી દેવામાં આવ્યું હતું અને કેસને આત્મહત્યા જાહેર કરી દેવાયો હતો.
આ પણ વાંચો : Bangladesh: બાંગ્લાદેશને મળશે નવા પીએમ, શપથગ્રહણ સમારોહમાં PM મોદીને આમંત્રણ આપશે તારિક રહેમાન!


