JP Morgan ના ડાયરેક્ટર લોર્ના હજદિની પર ભારતીય પુરુષકર્મીએ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ
. JP Morgan ની મહિલા ડાયરેક્ટર પર તેના જૂનિયરે સેક્સ માટે દબાણ, ડ્રગ્સ આપવા અને બળાત્કારનો આરોપ લગાવ્યો
. આરોપ મુજબ, મહિલા બૉસે કર્મચારીના પ્રમોશનને રોકવાની ધમકી આપી અને 'બ્રાઉન બૉય ઈન્ડિયન' કહીને ઉત્પીડન કર્યું
. પીડિતે કોર્ટમાં જણાવ્યું કે હજદિનીએ તેને 'રોહિપ્નોલ' (ડેટ-રેપ ડ્રગ) આપી હતી અને કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી
JP Morgan Director Sexual Harassment Indian Employee New York Case : જેપી મૉર્ગન ચેસ (JP Morgan Chase - JPMC) ના લેવરેજ્ડ ફાઈનાન્સ ડિવિઝીનના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (Executive Director) લોર્ના હજદિની (Lorna Hajdini)પર એક જૂનિયર પુરુષ સહકર્મી (Junior Male Colleague) એ યૌન શોષણ (Sexual Harassment) , વંશવાદી ઉત્પીડન (Racial Harassment) અને પ્રોફેશનલ દબાણ (Professional Pressure) નો આરોપ લગાવ્યો છે. પીડિત સહકર્મીએ કોર્ટમાં ખુદની ઓળખ છૂપાવવા માટે પોતાનું નામ જૉન ડો (John Doe) જણાવ્યું છે.
ન્યૂયોર્ક કાઉન્ટી સુપ્રીમ કોર્ટ (New York County Supreme Court) માં સોમવારે 27 એપ્રિલે ફાઈલ કરવામાં આવેલા એક કેસ મુજબ, પરણિત બેંકર હજદિનીએ તેને ડ્રગ્સ (Drugs) આપ્યું અને જ્યારે તેણે સંમતિ વગર સેક્સ (Non-Consensual Sex) કરવાનો ઈન્કાર કર્યો તો તેની કારકિર્દીને પણ ખતરામાં નાખવાની ધમકી આપી.
જો કે હજદિનીએ આ આરોપોનો ઈન્કાર (Denied Allegations) કર્યો છે અને કહ્યું છે કે તેમણે જૉન ડો સાથે કોઈ ખોટું કામ કર્યું નથી. પોતાના વકીલો દ્વારા ધ ન્યૂયોર્ક પોસ્ટને જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તેમણે આ વ્યક્તિની સાથે ક્યારેય પણ કોઈપણ પ્રકારનું કોઈ ખોટું કામ કર્યું નથી અને તે એ જગ્યા પર પણ ક્યારેય ગયા નથી જ્યાં કથિતપણે યૌન હુમલો થયો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પરપ્રાંતીય ડ્રાઈવરો અને AIMIM ના કોર્પોરેટર સહર શેખ માટે બેવડા માપદંડ!
પીડિત પુરુષે આરોપમાં શું કહ્યું છે ?
ન્યૂયોર્ક કાઉન્ટી સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસમાં પીડિતે કથિતપણે કહ્યુ છે કે 2024માં જ્યારે બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી તેનું શોષણ શરૂ થઈ ગયું હતું. ડેલી મેલના રિપોર્ટ મુજબ, એક દિવસ હજદિનીએ પોતાની પેન જૉન ડોની ડેસ્ક પાસે જમીન પર પાડી દીધી. જ્યારે તે તેને ઉઠાવવા માટે ઝુકી, તો તેણે પીડિતના પગને ખોટી ભાવના સાથે સ્પર્શ્યો. તેના પછી મહિલા ડાયરેક્ટરે ખોટા સંદર્ભમાં કહ્યું, ઓહ, તે કોલેજમાં બાસ્કેટબોલ રમ્યો હતો? મને બાસ્કેટબોલ ખેલાડી ખૂબ પસંદ છે.
જો કે આ આખા ઘટનાક્રમના કેટલાક શબ્દો એટલા વાંધાજનક છે કે તેને અહીં ઉલ્લેખિત કરી શકાય તેમ નથી. કેસ મુજબ, આ ઘટના બાદ પીડિતનું જીવવાનું પણ દુભર થઈ ગયું. એક દિવસ જૉન ડોને હજદિનીએ ડ્રિંક્સ માટે બોલાવ્યો અને ઈન્કાર કરવા પર કથિતપણે ધમકી આપી કે જો તે જલ્દીથી મારી સાથે સંબંધ ન બનાવ્યા તો હું તને બરબાદ કરી દઈશ. એ ન ભૂલીશ કે હું તારી માલિક છું.
આ પણ વાંચો: 'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?
ડ્રગ આપીને દુષ્કર્મ ગુજારવાનો આરોપ
કેસમાં આગળ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર-2024માં હજદિનીએ જોન ડોના પ્રોફેશનલ પરફોર્મન્સ (Professional Performance) ને પણ ખરાબ કહ્યું. ત્યારે હજદિનીએ કથિતપણે કહ્યું કે હું તારી બૉસ છું. હું તને આની કિંમત ચુકવવા માટે મજબૂર કરીશે. શું તને લાગે છે કે તારા માથા પર મારો હાથ નહીં રહે તો તું સર્વાઈવ કરી શકીશ. તને ખરેખરમાં લાગે છે કે મેનેજમેન્ટ કેટલાક બ્રાઉન બૉય ઈન્ડિયન (Brown Boy Indian) લીડિંગ ઓરિઝિનેશન ચાહે છે? જો તે આજે રાત્રે મારી વાત ન માની તો હું તારું પ્રમોશન ખરાબ કરી દઈશ.
રિપોર્ટ મુજબ, હજદિનીએ બાદમાં માન્યું કે તેણે જૉન ડોને રોહિપ્નોલ (Rohypnol) , જે સામાન્ય રીતે રુફીજ અથવા ડેટ -રેપ ડ્રગ (Date-Rape Drug) તરીકે જાણીતું છે, તેની સાથે એક ઈરેક્શન -એનેબલિંગ ફાર્માસ્યુટિકલ સબ્સટેન્સ પણ આપ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાની મહિલા MP એ યુદ્ધ મંત્રીને પુછયું, શું ટ્રમ્પનું મગજ ઠેકાણે છે?
લોર્ના હજદિની કોણ છે?
હજદિનીની લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે, તેમણે એનવાઈયૂ સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાયનાન્સ અને સ્ટેટિસ્ટિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જેપી મોર્ગમાં લગભગ 15 વર્ષનો અનુભવ ધરાવતા 37 વર્ષીય હજદિની (Lorna Hajdini) હાલમાં લીવરેજ્ડ ફાઈનાન્સ ડિવિઝનના કાર્યકારી નિદેશકના પદ પર કાર્યરત છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ એક્ઝિક્યૂટિવ એજ્યુકેશનમાં પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો.
જેપી મોર્ગ પહેલા, હાજદિનીએ મેડિકલ ડાયરેક્ટરના કાર્યાલયમાં પછી ગ્લેઝર કેપિટલ મેનેજમેન્ટમાં અને ટ્યૂડર ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં ઈન્ટર્નશિપ કરી હતી.
આ પણ વાંચો: સિંગર સિદ્ધાંત શર્માના IAF ના અધિકારી પર આરોપોથી ખળભળાટ, જાણો શું છે મામલો?


