Afghanistan Blast News : કાબુલના હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં ભયાનક બ્લાસ્ટ, અનેક લોકોના મોતની આશંકા
- કાબુલના વીઆઈપી વિસ્તારમાં થયો અત્યંત શક્તિશાળી વિસ્ફોટ (Afghanistan Blast News)
- તાલિબાન ગૃહ મંત્રાલયે અનેક લોકોના મોત અને ઘાયલ થયાની પુષ્ટિ કરી
- વિદેશી નાગરિકોના નિવાસસ્થાન ધરાવતા વિસ્તારને બનાવાયો નિશાન
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આજે ફરી એકવાર બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠી છે. તાલિબાન શાસિત ગૃહ મંત્રાલયે સોમવારે પુષ્ટિ કરી છે. કાબુલના અત્યંત સુરક્ષિત ગણાતા 'શહર-એ-નવ' વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ હોવાના પ્રારંભિક અહેવાલો મળી રહ્યા છે.
Afghanistan Blast News : શહર-એ-નવ વિસ્તારમાં અફરાતફરી
ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, "પ્રારંભિક વિગતો મુજબ આ વિસ્ફોટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે." આ વિસ્તાર કાબુલનો સૌથી વીઆઈપી વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં મોટાભાગે વિદેશી નાગરિકો અને રાજદ્વારી ગેસ્ટ હાઉસ આવેલા છે.
તાલિબાન સુરક્ષા દળો દ્વારા તપાસ
વિસ્ફોટ બાદ તાલિબાનના સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. મંત્રાલયે હજુ સુધી વિસ્ફોટના ચોક્કસ પ્રકાર અથવા તેના પાછળના જવાબદાર સંગઠન વિશે કોઈ માહિતી આપી નથી. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
વિદેશી નાગરિકો પર જોખમ
શહર-એ-નવ વિસ્તારમાં વિદેશીઓની અવરજવર વધુ હોવાથી આ હુમલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં વિદેશી હોટલોને નિશાન બનાવવામાં આવી છે. આજના હુમલામાં કેટલા વિદેશીઓ પ્રભાવિત થયા છે તેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
કાબુલમાં વધતી અસુરક્ષા
તાલિબાનના દાવા છતાં કાબુલમાં સુરક્ષા વ્યવસ્થા સતત જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. આજના બ્લાસ્ટથી સ્થાનિક લોકોમાં ભારે ફયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે
આ પણ વાંચો : US Trade Pressure: ગ્રીનલેન્ડથી ભારત સુધી USના દબાણનો ઘટનાક્રમ, ટ્રમ્પથી ભારતે રહેવું પડશે સતર્ક


